Advertisement
Author: નોબત સમાચાર

ઝારખંડમાં અંદાજે પ૦% મતદાનઃ ભારે ઉત્સાહ

પ્રથમ તબક્કામાં ૪૩ બેઠકો પર ૬૮૩ ઉમેદવારો મેદાનમાં:

રાંચી તા. ૧૩: ઝારખંડમાં આજે સવારથી ઉત્સાહપૂર્વક મતદાન શરૂ થયું છે, અને બપોર સુધીમાં પ૦ ટકા જેટલું મતદાન થયું હોવાના અહેવાલો આવી રહ્યા છે. દરમિયાન એક જવાનને અકસ્માતે ગોળી લાગી જતા હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાનું પણ જાણવા મળે છે.

ઝારખંડમાં આજથી લોકશાહીના મહાન પર્વની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન સવારે ૭ વાગ્યાથી શરૂ થઈ ગયું છે. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે.

આજે પ્રથમ તબક્કામાં ૪૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યારે બીજા તબક્કામાં ૩૮ બેઠકો માટે ર૦ નવેમ્બરે મતદાન થશે. મહારાષ્ટ્રની સાથે ર૩ મી નવેમ્બરે ચૂંટણીના પરિણામો પરિણામો આવશે.

ઝારખંડમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પાંચ જાન્યુઆરી, ર૦રપ ના સમાપ્ત થાય છે. રાજ્યમાં ૯પ૦ બુથ પણ છે, જ્યાં મતદાનનો સમય ફક્ત ૪ વાગ્યા સુધીનો રહેશે. પ્રથમ તબક્કામાં ૪૩ બેઠકો માટે ૧પ,૩૪૪ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ન્યાયીક, પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રિય અર્ધલશ્કરી દળોની ર૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ ૬૮૩ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ૭૩ મહિલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાની ૪૩ વિધાનસભા બેઠકોમાંથી ૧૭ સામાન્ય છે, જ્યારે ર૦ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને ૬ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે.

પ્રાપ્ત થતા અહેવાલો મુજબ લાતેહાર વિધાનસભા ચૂંટણી ફરજ પર તૈનાત સીઆરપીએફ જવાનને ગોળી લાગી છે. ગોળી વાગ્યા પછી ઘાયલ સૈનિકને સારવાર માટે મેદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને વધુ સારી સારવાર માટે રાંચી રીફર કર્યો છે. ઘાયલ સૈનિકને એરલિફ્ટ કરીને રાંચીની મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સીઆરપીએફ જવાન સંતોષ કુમાર યાદવ વિધાનસભા ચૂંટણીને લઈને લાતેહારના લભરમાં ફરજ પર હતાં. બુધવારે વહેલી સવારે ધરણાંમાં જ આકસ્મિક ગોળીબાર થયો હતો, જેમાં સંતોષ કુમાર યાદવને માથામાં ગોળી વાગી હતી. ધરણાં પર તૈનાત સૈનિકોને તેને તાત્કાલિક સારવાર માટે મોદિનીરાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh