Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુન્નડના આસામીએ નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક આસામી સામે જોડિયાના કુન્નડ ગામના આસામીએ અદાલતમાં રૂ.૪ લાખના ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં એક જ ચેક પર બે વખત રકમ ન મેળવી શકાય તેવી દલીલ કરાતા અદાલતે તેને ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જોડિયા તાલુકાના કુન્નડ ગામના અનોપસિંહ ડાયાજી જાડેજા અને જામનગરના શૈલેષભાઈ મનજીભાઈ દલસાણીયા વચ્ચે પૈસાની લેતી દેતી થઈ હતી. તેમાંથી રૂ.૪ લાખ પરત આપવા શૈલેષ દલસાણીયાએ ચેક આપ્યો હતો
તે ચેક બેંકમાંથી પરત ફર્યાની જાણ થતાં અનોપસિંહે રકમ ચૂકવવા શૈલેષભાઈને કહી તેમના પત્નીની સહીવાળો સેલ્ફ ચેક મેળવ્યો હતો. તે ચેક વટાવાઈ ગયા પછી પણ અનોપસિંહે રિટર્ન થયેલો ચેક ફરીથી બેંકમાં રજૂ કરી કોર્ટમાં ફરિયાદ કરી હતી.
તે કેસ ચાલી જતાં બચાવ પક્ષે દલીલો કરવા ઉપરાંત બંને પક્ષ વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ પણ રજૂ કરી હતી. અદાલતે બચાવપક્ષના વકીલ અશ્વિન મકવાણા, નેહા દેસાઈ, નીખિલ પરમારની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial