Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ હજાર ખેડૂતોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
ભાટિયા તા. ૧૩: ભાટિયા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. આ માટે ૧૦ હજાર ખેડૂતોએ નામ નોંધાવ્યા છે. યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે.
ભાટિયા માર્કટીંગ યાર્ડમાં પણ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી, અળદ, મગ, અને સોયાબીનની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભાટિયા માર્કેટીંગ યાર્ડમાં પણ તા. ૧૧-૧૧-ર૦ર૪ થી તા. ૮-ર-ર૦રપ સુધી મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ તાલુકા પંચાયતના પ્રમુખ સોમાતભાઈ ચાવડાના વરદ્ હસ્તે કરાયો છે.
આ સાથે ખેતીવાડી અને સહકારી ક્ષેત્રના અગ્રણી ખીમાભાઈ દેવાભાઈ ગોજિયા, ડી.એલ. પરમારે ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગેની વિસ્તૃત માહિતી ખેડૂતોને આપી હતી, અને કહ્યું હતુંકે, ખેડૂતોને કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય તે માટે સરકાર દ્વારા સોંપેલ એજન્સી સાથે સંકલન રાખવામાં આવશે.
ભાટિયા યાર્ડમાં પ્રારંભના દિવસે મગફળીની મબલખ આવક થઈ હતી. તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના આગેવાનો તાલુકા પંચાયત પ્રમુખ સોમાતભાઈ ચાવડા, બક્ષીપંચ મોરચા ભાજ પ્રમુખ ડી.એલ. પરમાર, કિસાન તાલુકા ખરીદ વેંચાણ સંઘ પ્રમુખ ખીમાભાઈ ગોજિયા, જિલ્લા પંચાયત સભ્યો, નથુભાઈ ચાવડા, જગાભાઈ ચાવડા, ખેડૂત અગ્રણીઓ લખમણભાઈ આંબલિયા, સરપંચ કે.વી. ચાવડા, પૂર્વ સરપંચ બુધાભાઈ કરંગિયા, તાલુકા પંચાયત સભ્ય રામભાઈ પોસ્તરિયા, મશરીભાઈ ગોજિયા, મેરગભાઈ ચાવડા, (જિ.ડી.સી. બેંક ડાયરેકટર), લાંબાના સરપંચ કાનાભાઈ ગોજિયા, વેપારી આગેવાન નિલેશભાઈ કાનાણી, દેવાતભાઈ ગોજિયા, સામતભાઈ ગોજિયા, રાણાભાઈ કરમુર, ઉકાભાઈ કણઝારિયા, સગાભાઈ રાવલિયા, લખુભાઈ ગોજિયા, પાલાભાઈ ચાવડા, દેવાતભાઈ ગોરિયા, મેરૂભાઈ કંડોરિયા, વિનોદભાઈ ગોજિયા, અરસીભાઈ, કનુભાઈ કાબરિયા, માલદેભાઈ ગોજિયા, જે.ડી. ચાવડા, મુરૂભાઈ ગોધેર સહિતના ખેડૂત આગેવાનો-સહકારી આગેવાનો, સંસ્થાના આગેવાનો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial