Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુદરતી હાજત માટે ગયા હતાઃ
જામનગર તા. ૧૩: ઓખા મંડળના આર.કે. બંદરમાં માછીમારી માટે આવીને રહેતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના એક માછીમાર રાત્રિના સમયે બોટના પાછળના ભાગે કુદરતી હાજત માટે ગયા પછી કોઈ રીતે દરિયામાં ઉથલી પડ્યા હતા. તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આર.કે. બંદર પર સીરાજી જેટી માં માછીમારી માટે આવીને રહેતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પણાદર ગામના કરશનભાઈ રામસીંગ વાળા (ઉ.વ.૪૧) નામના માછીમાર દરિયામાં માછીમારી માટે ગયા હતા.
તેઓ જ્યારે ગયા સોમવારે રાત્રે દરિયાકાંઠાથી ૧૧ નોટીકલ માઈલ દૂર હતા ત્યારે કુદરતી હાજતે જવા માટે બોટની પાછળ ગયા હતા. આ વેળાએ કોઈ રીતે દરિયામાં કરશનભાઈ ઉથલી પડતા ડૂબી ગયા હતા. તેઓને બહાર કાઢવા માટે સાથી માછીમારોએ પ્રયત્નો શરૂ કર્યા પછી કરશનભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રતાપભાઈ મશરીભાઈએ પોલીસને જાણ કરી છે. ઓખા પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial