Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહાડીઓ પર વાહનોમાં રાત વિતાવવી પડીઃ
જમ્મુ તા. ૧૩: કાશ્મીર ખીણ અને હિમાચાલમાં પહાડીઓ પર હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ જતા પ્રવાસીઓ રાતભર ફસાયા હતાં.
હિમાચલ પ્રદેશ અને કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષાના કારણે ગુરેઝ-બાંદિપોર હાઈ-વે સહિત ઘણાં રસ્તાઓ બંધ થઈ ગયા હતાં, જેના કારણે ઘણાં પ્રવાસીઓ કલાકો સુધી અટવાઈ પડ્યા હતાં. હિમવર્ષાના કારણે હિમાચલના પાંગીનો રસ્તો બંધ કરવો પડ્યો હતો. જેના કારણે માર્ગમાં મોટી સંખ્યામાં વાહનો અટવાઈ પડ્યા હતાં અને પ્રવાસીઓને વાહનોમાં જ રાત વિતાવવી પડી હતી. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પહાડીઓ પર વરસાદ અને હિમવર્ષાને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષાના કારણે ઘણાં રસ્તાઓ બંધ થઈ ગયા હતાં, જેના કારણે ઘણાં પ્રવાસીઓ કલાકો સુધી અટવાઈ પડ્યા હતાં.
ગુરેઝ-બાંદિપોરા હાઈ-વે ખોલવા માટે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની ટીમ બરફ હટાવવા માટે મશીનરી સાથે વ્યસ્ત રહી અને કલાકોની જહેમત પછી શ્રીનગર-લેહ હાઈ-વે પર વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.
રાઝદાન પાસમાં લગભગ ૪-પ ઈંચ હિમવર્ષા થઈ છે, જેના કારણે રસ્તાની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. અહીં ર૦ વાહનો ફસાઈ ગયા હતાં. બીઆરઓની ટીમે મંગળવારે સવારે પ વાગ્યા સુધીમાં રસ્તો પુનઃ સ્થાપિત કર્યો અને તમામ મુસાફરોને વાહનોની સાથે સલામત સ્થળે ખસેડ્યા. શ્રીનગર સ્થિત હવામાન કેન્દ્રે ૧૪-૧પ નવેમ્બરના કાશ્મીર અને જમ્મુ વિભાગના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.
હિમાચલના રોહતાંગ સહિતના ઊંચા શિખરો પછી જિલ્લામાં સાચે પર અડધો ફૂટ બરફ પડ્યો હતો. જેના કારણે પાંગી રોડ બંધ કરવો પડ્યો હતો. જિલ્લા મુખ્યાલય સુધી પહોંચવા માટે લોકોએ જમ્મુ-કાશ્મીર અથવા કુલ્લુમાં પસાર થવું પડશે. જાહેર બાંધકામ વિભાગે બરફ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. લાહૌલ-સ્પીતિ અને કુલ્લુમાં પણ હિમવર્ષાથી ઊંચા શિખરો પર સફેદ ચાદર છવાઈ છે. કુંજમ પાસ, બરાલાચા અને શિંકુલા પાસમાં પણ તાજી હિમવર્ષા થઈ છે. બદલાતા હવામાનને કારણે પહાડો પર ધુમ્મસ છવાયું છે, તો બીજી તરફ દિલ્હી એનસીઆરના વિસ્તારો પ્રદૂષણના કારણે ધુમ્મસમાં ઘેરાયેલા છે
આજ દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૩૩૪ હતો, જે ખૂબ જ નબળી શ્રેણીમાં છે. ગાઝિયાબાદ અને નોઈડા સહિત એનસીઆરમાં એક્યુઆઈ નબળી શ્રેણીમાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial