Advertisement
Author: નોબત સમાચાર

બુલડોઝર એક્સન પર સુપ્રિમ લાલઘૂમઃ ખોટી પાડતોડ બદલ વળતર આપવા સરકારને નિર્દેશ

'ઘર એક સપના હૈ'... જસ્ટિસ ગવઈએ કવિતાને ટાંકીઃ આરોપીના આખા પરિવારનો શું વાંક?: અદાલત

નવી દિલ્હી તા. ૧૩: સુપ્રિમ કોર્ટે બુલડોઝર એક્સનને લઈને કડક વલણ અખત્યાર કર્યું છે અને આરોપીના આખા પરિવારને સજા શા માટે, તેવા સવાલો ઊઠાવી ખોટી રીતે પાડતોડ કરવા બદલ વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટમાં બુલડોઝર કાર્યવાહી પર સુનાવણી દરમિયાન કહ્યું કે સરકારી સત્તાનો દુરૂપયોગ ન થવો જોઈએ. જસ્ટિસ ગવઈએ કવિ પ્રદીપની એક કવિતાને ટાંકીને કહ્યું હતું કે ઘર એક સપનું છે, જે ક્યારેય તોડી શકાતું નથી. ન્યાયાધીશે વધુમા કહ્યું કે ગુનાની સજા ઘર તોડી ન શકાય, ગુનામાં આરોપી બનવું અથવા દોષિત ઠરવું એ ઘર તોડી પાડવાનો આધાર નથી.

સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું, 'અમે તમામ દલીલો સાંભળી. લોકતાંત્રિક સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા. ન્યાયના સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા. ઈન્દિરા ગાંધી વિરૂદ્ધ રાજનારાયણ, ન્યાયમૂર્તિ પુટ્ટસ્વામી જેવા નિર્ણયોમાં નિર્ધારિત સિદ્ધાંતોને ધ્યાનમાં લીધા. તે સરકારની જવાબદારી છે. કાયદાનું શાસન સુનિશ્ચિત કરતા રહેવું જોઈએ, પરંતુ તે જ સમયે બંધારણીય લોકશાહીમાં નાગરિક અધિકારોનું રક્ષણ જરૂરી છે.'

અદાલતે કહ્યું કે લોકતંત્રમાં નાગરિકોના અધિકારોની રક્ષા થવી જ જોઈએ. સરકારની સત્તાનો દૂરૂપયોગ ન થવો જોઈએ. કાયદાને ધ્યાનમાં રાખીને જ સરકારે કામગીરી કરવી જોઈએ. અમે તમામ પક્ષકારોને સાંભળ્યા પછી આ ફરમાન સંભળાવી રહ્યા છીએ. અમે નિષ્ણાતોના સૂચનોને પણ ધ્યાનમાં લીધા છે. કોઈપણ પ્રકારનો કેસ ચલાવયા વિના આ કેવી રીતે સજા કહવાય. સરકાર આવું ના કરી શકે. કાયદો વ્યવસ્થા જાળવવી એ રાજ્યની જવાબદારી. સરકાર દ્વારા મનમુજબની કાર્યવાહી ન કરી શકાય. આરોપી સામે પૂર્વાગ્રહને ધ્યાનમાં રાખી કાર્યવાહી ન થવી જોઈએ.

કોર્ટે કહ્યું કે, કાયદાનું શાસન હોવું જોઈે. બુલડોઝર એક્શન ભેદભાવપૂર્ણ ન હોય શકે. ખોટી રીતે ઘર તોડવા પર વળતર મળવું જોઈએ. જવાબદાર અધિકારીઓને છોડવામાં નહીં આવે. અમે તમામ પક્ષને સાંભળ્યા પછી આદેશ કર્યો છે. અમે નિષ્ણાતોની સલાહ પર પણ વિચાર કર્યો છે. આરોપી એક હોય તો સજા આખા પરિવારને કેમ આપવી? કોઈને પણ કાર્યવાહી કરતા પહેલા એનો પક્ષ રજૂ કરવાની તક આપવી જોઈએ. ગેરકાયદે બાંધકામ હોય તો પણ કાર્યવાહી કરવા માટે સમય આપવો જોઈએ. નિયમ મુજબ નોટીસ આપવી જોઈએ અને પછી કોઈ આવા એક્શન લેવાય. જેમના પણ મકાનો ખોટી રીતે તોડી પાડવામાં આવ્યા છે તેમને સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે. બુલડોઝરની કાર્યવાહી પક્ષપાત આધારિત ન હોવી જોઈએ. બુલડોઝર ન્યાય સ્વીકાર્ય જ નથી. બુલડોઝરની કાર્યવાહી જ કાયદાનો ન્યાય ન હોવાનો ભય દર્શાવે છે.

કોર્ટે અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે મનમાનું વલણ સહન કરવામાં નહીં આવે. અધિકારીઓ મનસ્વી રીતે કામ ન કરી શકે. સુનાવણી વિના કોઈને દોષિત જાહેર ન કરી શકાય.

કોર્ટે કહ્યું કે કાયદાનું શાસન હોવું જોઈએ. બુલડોઝરની કાર્યવાહી પક્ષપાતી ન હોઈ શકે. ખોટી રીતે મકાન તોડી પાડવા બદલ વળતર મળવું જોઈએ. જવાબદાર અધિારીઓને બક્ષવામાં નહીં આવે. અમે તમામ પક્ષકારોને સાંભળ્યા પછી આદેશ આપ્યો છે. અમે નિષ્ણાતોના સૂચનોને ધ્યાનમાં લીધા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh