Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની મામલતદાર કચેરીમાં પૂરગ્રસ્તોની લાંબી લાઈનો : પોલીસ બંદોબસ્ત

અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ અંગે સહાય મેળવવા ટોળા ઉમટ્યા

એકાદ મહિના પહેલા જામનગરમાં ભારે વરસાદ થયો હતો. પરિણામે પૂરની સ્થિતિ ઊભી થવા પામી હતી. આ પછી સરકારે અસરગ્રસ્ત પરિવારને સહાય આપવાની જાહેરાત કરી હતી. અને અસંખ્ય અસરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવી હતી, પરંતુ અનેક લોકો સહાયથી વંચિત રહ્યા છે. આવા જરૂરતમંદોને સહાય નહીં મળતા મામલતદાર ઓફિસે સવારથી લાઈનમાં ઊભા રહી જાય છે અને કોમ્પ્યુટરમાં ચેક કરાવે છે કે હજી અમને કેમ સહાય મળી નથી ? તેમનું નામ કોમ્પ્યુટરમાં ચડયું છે કે નહીં ચડ્યું ન હોય તો કયા કારણોસર નથી ચડ્યું? તે ચેક કરાવવા માટે સવારથી જ સાંજ સુધી લોકોની કતારો ખૂટતી જ નથી અને મામલતદાર ઓફિસે લોકોના ટોળા ઉમટી પડતાં ત્યાં સ્થળ પર પોલીસ બંદોબસ્ત રાખવાની ફરજ પડી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh