Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લીગલ એઈડ ડેપ્યુટી કોન્સલની ધારદાર દલીલો ગ્રાહ્ય રહીઃ
જામનગર તા. ૧૩: જામનગરની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા લાંબી દલીલો પછી કલમ ૩૦ર સહિતની કલમો હેઠળ નોંધાયેલા એક હત્યા કેસમાં આરોપીઓનો છૂટકારો થયો છે. આ કેસમાં ડીએલએસએ દ્વારા વકીલ નિમાયા પછી આ ચૂકાદો આવ્યો હતો. આ વ્યવસ્થા હેઠળ એડવોકેટ અને ડેપ્યુટી ચીફ મનિષ સોમૈયાની નિમણૂક થઈ હતી.
બકરાં ચોરીને વેંચી નાંખવા ઉપરાંત ભરવાડની હત્યાના કેસમાં આરોપીઓનો ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં થયેલો છૂટકારો લીગલ એઈડ હેઠળ કરાયેલી વ્યવસ્થાઓના કારણે થયો હતો. અદાલતે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા હતાં.
આ કેસની વિગતો એવી છે કે હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રહેતા કિશન જીવણભાઈ ચૌહાણ તથા રઘા સિંધવ અને બીજા બે ઈસમોએ સાથે મળીને સામતપીર-જામનગરમાં રહેતા ફરિયાદી વાલાભાઈ ખેતાભાઈ ચાવડિયાના પિતા ખેતા હઠાભાઈ ચાવડિયાની હત્યા કરી ૬ બકરાંઓ ચોરી જવાની ફરિયાદ આઈપીસી કલમ-૩૦ર, ૩૯ર, ૧ર૪ તથા જી.પી. એક્ટ ૩પ(૧) મુજબ જામનગર સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ફરિયાદીએ કરેલી રજૂઆત મુજબ તે પોતાની રિક્ષા લઈને ઠેબા ફેરો કરવા ગયો, અને તેમના પિતા ઘેટા-બકરાં ચરાવવા નીકળેલા. તે પછી તેમના ભત્રીજા હરિભાઈનો ફોન આવતા તે તરત જ રિક્ષા લઈને હાપા જરઘોડાની વાડી તરફ ગયો, જ્યાં તેમના પિતા લોહી-લુહાણ હાલતમાં બેભાન પડ્યા હતાં, અને તેના આંખ, કાન, દાઢીના ભાગેથી લોહી નીકળતું હતું, અને લોહીવાળો ધોકો ત્યાં પડ્યો હતો. તે પછી ૧૦૮ એમ્બ્યુલન્સમાં જી.જી. હોસ્પિટલે સારવાર માટે લઈ જતા ત્યાં આઈસીયુમાં રાખ્યા હતાં અને એકાદ કલાક પછી ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતાં.
પોલીસે તપાસ હાથ ધરી પૂરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જસીટ દાખલ કર્યું હતું. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં આ કેસ સેસન્સ કમિટ થયા પછી સરકાર તરફથી પુરાવા રજૂ કરાયા હતાં. અદાલતમાં ફરિયાદી, ડોક્ટર, ટોલનાકાના કૂટેજ મેળવનાર, બનાવને પ્રથમ જોનાર બોલેરો વાહનના માલિક, મટનના વેપારી, પોલીસ વગેરે સાહેદો મળીને કુલ ર૪ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતાં.
આ ઉપરાંત બનાવ સાથે સંકળાયેલા મુદ્દામાલ, પંચનામાઓ, ટોલ રિપોર્ટ, પેનડ્રાઈવ, મોટરસાયકલ, સ્થળ પરીક્ષણ તથા લાગુ કરાયેલી કલમો સહિતના ,૪૧ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને સરકાર પક્ષે ગુન્હો સાબિત કરવા દલીલો કરી હતી, જેની સામે સાહેદોની ઉલટ તપાસ, હાઈકોર્ટના જુદા જુદા ચૂકાદાઓ-સાઈટેશનો ટાંકીને આરોપીઓ તરફથી બે વકીલોએ ધારદાર દલીલો રજૂ કરી હતી.
આ કેસની વિશેષતા એ હતી કે કેસ ચાલવા પર આવતા સુનાવણી દરમિયાન આરોપીઓએ એલ.એ.ડી.સી.માંથી સરકારી વકીલ માંગતા અદાલતે ડેપ્યુટી ચીફ મનિષકુમાર ભિખાલાલ સોમૈયા (એડવોકેટ) ની નિમણૂક એલએડીસીમાંથી કરી હતી, જેમને વિગતવાર ઉલટ તપાસ તથા ધારદાર રજૂઆત સાથે તર્કબદ્ધ દલીલો કરી હતી અને આરોપીઓ તરફથી સંપૂર્ણ ટ્રાયલ સંભાળી હતી, જે ગ્રાહ્ય રહી હતી, અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ શ્રી એન.આર. જોષી સાહેબે તમામ આરોપીઓને બકરાં ચોરીને લઈ જવા તથા હત્યાના કેસમાં નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
આમ, ખૂન જેવા ગંભીર ગુન્હાના આરોપીને કાનૂની સહાય પૂરી પાડતા એલ.એ.ડી.સી.માંથી ડેપ્યુટી ચીફ મનિષભાઈ સોમૈયાએ આરોપીઓને નિર્દોષ છોડાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial