Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી ઉમેદવારઃ
નવી દિલ્હી તા. ૧૩: દેશના ૧૦ રાજ્યોમાં આજે ૩૧ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે વાયનાડ લોકસભાની બેઠકની પેટાચૂંટણી પણ આજે યોજાઈ રહી છે, જ્યાં કોંગ્રેસ તરફ પ્રિયંકા ગાંધી પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં નસીબ અજમાવી રહ્યા છે.
દેશના ૧૦ રાજ્યોમાં આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમાં કેરળની વાયનાડની લોકસભા સીટ તેમજ વિવિધ રાજ્યોની ૩૧ વિધાનભાસ સીટોનો સમાવેશ થાય છે. આમાંથી કેટલીક બેઠકો લોકસભાની ચૂંટણીમાં ધારાસભ્યો જીત્યા પછી ખાલી પડી હતી, જ્યારે કેટલીક બેઠકો પર ધારાસભ્યોના મૃત્યુ થયા હતાં. આજે યોજાઈ રહેલી પેટાચૂંટણીમાં વાયનાડ ચૂંટણી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, જ્યાંથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. ૩ર બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને ભાજપ અને કોંગ્રેસ માટે મોટી લીટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે.
દસ રાજ્યોની વિધાનસભા પેટા ચૂંટણીઓમાં રાજસ્થાનની સાત, પશ્ચિમ બંગાળની છ, આસામની પાંચ, બિહારની ચાર, કર્ણાટકની ત્રણ, મધ્યપ્રદેશની બે અને છત્તીસગઢ, ગુજરાત, કેરળ અને મેઘાલયની એક-એક બેઠક પર આજે પેટાચૂંટણી યોજાઈ રહી છે, જેમાં મતગણતરી ર૩ નવેમ્બરે થશે.
બિહારમાં રામગઢ, તરરી, ઈમામગંજ અને બેલાગંજ સીટો પર પેટાચૂંટણી છે. જેડીએસ નેતા નિખીલ કુમાર સ્વામી કર્ણાટકના ચન્ના પટનાથી ચૂંટણી લડી રહ્યા છે. આ સીટ તેમના પિતા અને કેન્દ્રિય મંત્રી એચડી કુમારસ્વામીના લોકસભામાં ચૂંટાયા પછી ખાલી પડી છે. ભાજપે પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈના પુત્ર ભરત બોમ્મમાઈને શિગગાંવથી મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર યાસિર અહેમદ ખાન પઠાણ સાથે થશે.
મધ્યપ્રદેશની બુધની અને વિજયપુર વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે. કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત ભાજપમાં જોડાયા અને મોહન યાદવને કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા પછી શ્યોપુર જિલ્લાની વિજયપુર બેઠક પર પેટાચૂંટણી જરૂરી બની ગઈ હતી. બુધની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે કારણ કે ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ લોકસભામાં ચૂંટાયા છે અને હવે કેન્દ્રિય કૃષિ મંત્રી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial