Advertisement
Author: નોબત સમાચાર

ઝારખંડમાં ભાજપની રેલી દરમિયાન મિથુન ચક્રવર્તીનું વોલેટ ચોરાતા ખળભળાટઃ વીડિયો થયો વાયરલ

મંચ ૫રથી ભાજપના નેતાઓએ પરત કરવા અપીલ કરી!!

ધનબાદ તા. ૧૩: ઝારખંડમાં ભાજપની એક ચૂંટણી રેલીમાં મિથુન ચક્રવર્તીનું પાકીટ ચોરાઈ જતાં ખળભળાટ મચી ગયો હતો અને અધુરામાં પુરૃં રેલીમાં હાજર ભાજપના નેતાઓએ મંચ પરથી માઈક પર અપીલ કરી કે જે કોઈએ તેમનું વોલેટ ચોરી કર્યું છે તે પરત કરી દે, તેથી આ મુદ્દો ગરમાયો છે. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે.

બોલીવૂડના જાણીતા અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તી સાથે ઝારખંડમાં પ્રચાર દરમિયાન એક એવો અનોખો બનાવ બન્યો જે સાંભળી ઘણાં ચોકી જશે. મિથુન ચક્રવર્તી મંગળવારે ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવા પહોંચ્યા હતાં. આ અંગે ધનબાદમાં ભાજપને એક વિશાળ રેલીનું આયોજન થયું હતું. જ્યારે તેઓ રેલીમાં સામેલ થયા હતા, ત્યારે કોઈક તેમના પાકીટ પર હાથ સાફ કરી ગયું.

આ ચોરીની ઘટના પછી સમગ્ર રેલીમાં ખળખળાટ મચી ગયો, અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ મિથુન ચક્રવર્તીનું પાકીટ શોધવાની કવાયત શરૂ થઈ. રેલીમાં હાજર ભાજપના નેતાઓએ મંચ પરથી માઈક પર અપીલ કરી કે જે કોઈએ તેમનું વોલેટ ચોરી કર્યું છે તે પરત કરી દે. ભાજપના એક નેતાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, જેણે પણ મિથુન ચક્રવર્તીનું પાકીટ લીધું છે, તેને પરત કરી દેવું જોઈએ. આ અપીલથી બધા આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા, કારણ કે મિથુન ચક્રવર્તી માત્ર બોલીવૂડના અભિનેતા જ નહીં પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા પણ છે, જેમણે વિભિન્ન રાજ્યોમાં પોતાના પ્રભાવશાળી પ્રચારથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

આ રેલીમાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી, કારણ કે લોકો મિથુન ચક્રવર્તીની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતાં. દર્શકોએ પોતાના મોબાઈલમાં મિથુન ચક્રવર્તી સાથેના ફોટો કેદ કરવા માટે પણ આશા દર્શાવી હતી. જો કે, આ તમામ આકર્ષણ અને ભીડ વચ્ચે કોઈએ મિથુનનું પાકીટ મારી દીધું હતું. અંતે મિથુન ચક્રવર્તીએ આ ઘટના પછી રેલી પૂર્ણ કરી અને ત્યાંથી પ્રસ્થાન કરવાનું યોગ્ય સમજ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh