Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રખાયાનું જણાવાયું:
જામનગર તા. ૧૩: લાલપુરના મુળીલા ગામના એક શખ્સ સામે દોઢેક વર્ષ પહેલાં પોલીસમાં કરાયેલી ફરિયાદનો ખાર રાખી આ શખ્સે પોતાના ખેતરમાંથી જીવંત વીજ વાયર બહાર કાઢી બાજુમાં ખેતર ધરાવતા બે ભાઈઓના બે ખેતરમાં ફેન્સીંગમાં અડકાડી ગુન્હાહિત કૃત્ય આચરતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
લાલપુર તાલુકાના મુળીલા ગામમાં રહેતા અને ગામની ઉગમણી સીમમાં ખેતર ધરાવતા ખીમાભાઈ મેરામણ ભાઈ વસરાએ મુળીલા ગામના જ નારણ પૂંજાભાઈ વસરા સામે લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, નારણભાઈએ બાજુમાં જ આવેલા પોતાના ખેતરમાં એક ઓરડીમાંથી ઈલેકટ્રીક ટ્રાન્સફોર્મરની હેવી લાઈનમાંથી સર્વિસ લાઈન કાઢી તેનો વાયર ખીમાભાઈ વસરા તથા તેની બાજુમાં આવેલા દેવરખીભાઈ મેરામણભાઈ વસરાના ખેતરની ફેન્સીંગમાં લગાડી દીધો હતો.
દોઢેક વર્ષ પહેલાં ખીમાભાઈએ પોલીસમાં હત્યા પ્રયાસ અંગે નારણભાઈ વસરા સામે ફરિયાદ નોંધાવી હતી. તે બાબતનો ખાર રાખીને નારણભાઈએ ઈલેકટ્રીકનો આ વાયર જીવંત વીજ પ્રવાહને વહેતો કરે છે અને તેને અડકવાથી કોઈપણ વ્યક્તિ અથવા પશુનું મૃત્યુ થઈ શકે છે તેમ જાણવા છતાં તે જીવંત વાયર ખીમાભાઈ તથા તેમના ભાઈ દેવરખીભાઈના ખેતરના શેઢે લોખંડની ફેન્સીંગમાં અડકાડી દીધો હતો.
ઉપરોક્ત ફરિયાદ પરથી લાલપુર પોલીસે નારણભાઈ સામે બીએનએસની કલમ ૧૧૦ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial