Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશભરમાં આ વિવાદ સર્જાયો હતોઃ સીમાવર્તી ફેંસલો
બેંગ્લુરૂ તા. ૧૩: કર્ણાટક હાઈકોર્ટે એક સીમાવર્તી ચૂકાદો આપતા ઠરાવ્યું છે કે જીએસટીમાં એક સાથે ત્રણ વર્ષની નોટીસ માન્ય નથી. અદાલતે એક પિટિશનની સુનાવણી કરીને એક વેપારીને અપાયેલી નોટીસ રદ્ કરતા સમગ્ર વેપારીઓને રાહત થઈ છે.
જીએસટી એસેસમેન્ટની કામગીરી દરમિયાન અધિકારીઓ દ્વારા એક સાથે પાછલા ત્રણ વર્ષની વેપારીઓને નોટીસ આપી દેવામાં આવી હતી. નિયમ પ્રમાણે એક સાથે છેલ્લા ત્રણ વર્ષની નોટીસ આપી શકાય નહીં તેમ છતાં અધિકારીઓ દ્વારા મનમાની રીતે કરવામાં આવેલી કાર્યવાહી સામે કર્ણાટક હાઈકોર્ટમાં વેપારીએ રીટ પીટીશન કરી હતી. તેમાં એક સાથે આપવામાં આવેલી નોટીસ રદ કરવાનો આદેશ કર્ણાટક હાઈકોર્ટે કર્યો છે.
ગુજરાતના જીએસટી અધિકારીઓએ પણ આ જ પ્રમાણે એક સાથે વેપારીઓને છેલ્લા ત્રણ વર્ષની નોટીસ ફટકારી હતી. દેશભરમાં હજારોની સંખ્યામાં વેપારીઓને આપવામાં આવેલી નોટીસ મુદ્દે વિવાદ પણ સર્જાયો હતો, કારણ કે એસેમેન્ટના વર્ષ પ્રમાણે તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. તે સમયગાળામાં જ નોટીસ આપી દેવાની હોય છે, પરંતુ અધિકારીઓની આળસને કારણે સમયમર્યાદા પૂર્ણ થવાના એકાદ બે દિવસ બાકી હતાં ત્યારે એક સાથે પાછલા ત્રણ વર્ષની સમયમર્યાદા પૂર્ણ થવાના એકાદ બે દિવસ બાકી હતાં ત્યારે એક સાથે પાછલા ત્રણ વર્ષની નોટીસ ફટકારી હતી.
આ મુદ્દે ચીમની હિલ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા કર્ણાટક હાઈકોર્ટમાં રીટ પીટીશન કરવામાં આવી હતી. તેમાં કર્ણાટક હાઈકોર્ટે એકસાથે આપવામાં આવેલી નોટીસ રદ્ કરવાનો આદેશ કર્યો છે. આ આદેશ કરતાની સાથે જ હજ્જારોની સંખ્યામાં વેપારીઓને આપવામાં આવેલી નોટીસ રદ્ થતા હાશકારો થયો છે.
તેમાં પણ ખાસ કરીને સુરતના વેપારીઓને ગુજરાત જીએસટીના અધિકારીઓની સાથે સાથે મુંબઈના જીએસટી અધિકારીઓએ પણ નોટીસ ફટકારી હતી. હવે કર્ણાટક હાઈકોર્ટે નોટીસ રદ કરવાનો આદેશ કરતા વેપારીઓએ નોટીસના જવાબ આપવામાંથી રાહત થવાની છે.
અધિકારીઓએ સમયમર્યાદામાં કામગીરી પૂરી કરી નહીં હોવાના લીધે જ આ સમસ્યા ઊભી થઈ હોવાની જે તે સમયે વ્યાપક ફરિયાદ ઊઠી હતી, જો કે કર્ણાટક હાઈકોર્ટે આપેલા ચૂકાદા પછી અધિકારીઓએ દાખવેલી આળસ બદલે કેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવું રહ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial