Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કારતક માસના બીજા સપ્તાહમાં ઠંડીનું ધીમા પગલે આગમનઃ મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી

છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં ૧ ડીગ્રીથી વધુનો ઘટાડોઃ

જામનગર તા. ૧૩: જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં કારતક માસનું બીજું સપ્તાહ સમાપ્ત થઈ રહ્યું છે, ત્યારે ઋતુમાં પરિવર્તનની અસર સ્પષ્ટ પણે વર્તાઈ રહી છે. મિશ્ર ઋતુ વચ્ચે હવે રાત્રે અને વહેલી સવારે અનુભવાતી ગુલાબી ઠંડીમાં વધારો થયો છે. ઠંડીનો ધીમા પગલે આરંભ થઈ ચૂક્યો છે. ઘોરીમાર્ગો, નગરસીમ અને ગ્રામ્ય વિસ્તારોમાં રાતથી લઈને વહેલી સવાર સુધી સામાન્ય દિવસ કરતા થોડી વધારે ઠંડી અનુભવાઈ રહી છે.

જામનગરમાં આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાકના તાપમાનના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર તરફથી પ્રાપ્ત થયા હતાં, જેમાં ૧ ડીગ્રીથી વધુ ઘટીને મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી અને અડધો ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૯.પ ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે બપોરે અનુભવાતા આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh