Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓફિસના તાળા તોડી મહિલાઓને ગાળો ભાંડવામાં આવીઃ
જામનગર તા. ૧૩: જામનગરની સમસ્ત સીદી જમાતની નદીપા રોડ પર આવેલી દરગાહ અને ત્યાંની ઓફિસમાં જમાતના પૂર્વ સેક્રેટરી તથા તેના પરિવારે તાળા તોડી નાખી પોતાના તાળા મારી દીધાની અને ચાવી આપવાનો ઈન્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ સમાજની મહિલાઓને ગાળો ભાંડ્યાની પોલીસ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. બે મહિલા સહિત ચાર સામે ગુન્હો નોંધાયો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર આવેલી સેટેલાઈટ સોસાયટીમાં વસવાટ કરતા ઈકબાલભાઈ પીરભાઈ સીદી બાદશાહે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અખ્તર ઈસ્માઈલ વાગીડા ઉર્ફે મુનીયા બાદશાહ, તેના પત્ની, પુત્ર ફરદીન, પુત્રવધૂ નમીરાબેન સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ નગરના નદીપા વિસ્તારમાં આવેલી બાવા ગોરની દરગાહમાં કાર્યરત સમસ્ત સીદી જમાતની ઓફિસ ની ચાવી તથા હિસાબ પૂર્વ બોડીના સેક્રેટરી અખ્તર વાગીડા પાસે માંગી હતી પરંતુ તે વસ્તુઓ સોંપવામાં ન આવતા ગઈ તા.પના દિને સમાજના અન્ય વ્યક્તિઓને સાથે રાખી ઈકબાલભાઈએ ઓફિસમાં તાળુ માર્યું હતું. તે તાળુ અખ્તર તથા તેના પત્નીએ તોડી નાખ્યું હતું.
આમ છતાં જમાતના સિક્કાથી સીલ તેમજ તાળા ફરીથી મારવામાં આવતા અને લેટરપેડ પર નોટીસ લગાડવામાં આવી હોવા છતાં અખ્તરભાઈના પુત્ર ફરદીન તથા તેની પત્નીએ તે તાળા પણ તોડી નવું તાળુ માર્યા પછી ચાવી આપવાનો ઈન્કાર કરી સમગ્ર જમાતની મહિલાઓને ગાળો ભાંડી હતી. ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે બીએનએસની કલમ ૩૨૪ (ર), ૩૩૧ (૪), ૩૫૨, ૩૫૧ (૩), ૭૯, ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી ન હોવાનો કરાયો આક્ષેપ
જામનગરની સમસ્ત સીદી જમાતના લેટરપેડ પર જમાતના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી નથી તેમ જણાવવામાં આવ્યું છે. પ્રમુખ તથા મંત્રીની સહી સાથેના આ પત્રમાં જણાવાયું છે કે, જમાતના સભ્યો દ્વારા નિયમ અનુસાર એજન્ડા તથા ઠરાવમાં નવી કારોબારીને બહાલી આપવામાં આવી નથી. તેમજ નવા હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી નથી. હાલમાં પોતાને નવા હોદ્દેદાર ગણાવતા વ્યક્તિઓ સમાજના ડુપ્લીકેટ લેટર હેડ અને સીલ બનાવીને તેનો દૂરઉપયોગ કરી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial