Advertisement
Author: નોબત સમાચાર

સીઆઈએસએફમાં પહેલી મહિલા બટાલિયનને મળી મંજુરીઃ શરૂ થઈ ભરતીની તૈયારીઓ

કેન્દ્રિય ગૃહમંત્રાલયનો ઐતિહાસિક નિર્ણયઃ

નવી દિલ્હી તા. ૧૩: કેન્દ્રિય ગૃહમંત્રાલયે મંજુરી આપતા સીઆઈએસએફને સૌથી પહેલી મહિલા બટાલિયન મળશે. આ માટે ભરતીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મહિલાઓને સશક્ત બનાવવા અને રાષ્ટ્રની સુરક્ષામાં તેમની ભાગીદારીના ઉદ્દેશને લઈ કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે સીઆઈએસએફને સૌથી પહેલી મહિલા બટાલિયન ફાળવવાનો નિર્ણય લીધો છે, જે મહિલા સશક્તિકરણ મુદ્દે મહત્ત્વનું પગલું માનવમાં આવે છે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે બટાલિયનની મંજુરી આપી છે, જેથી ભરતીની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

એક હજારથી વધુ કર્મચારીવાળી સૌથી પહેલી ઓલ વુમન બટાલિયન તૈયાર કરવાની મંજુરી આપવાનો નિર્ણય એરપોર્ટ અને સીઆઈએસએફ જવાનોની વધતી જરૂરિયાતોને લઈને લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ બટાલિયનમાં અગાઉથી બે લાખ કર્મચારીથી તૈયાર કરવામાં આવશે. મહિલાઓની બટાલિયન તૈયાર કરવાની સાથે રિઝર્વ બટલાયિનમાં ૧,૦રપ મહિલા જવાન હશે, જ્યારે મહિલા બટાલિયનનું નેતૃત્વ સિનિયર કમાન્ડન્ટ લેવલના અધિકારી કરશે.

સીઆઈએસએફ પહેલાથી દેશની સેવા કરનારી મહિલાઓ માટે સીઆઈએસએફ પસંદગીનો વિકલ્પ છે, જે વર્તમાન બળના સાત ટકાથી વધારે છે. મહિલા બટાલિયનમાં કામ કરનારી યુવા મહિલાઓ માટે આ નિર્ણય પ્રોત્સાહક સાબિત થશે, જેનાથી મહિલાઓને નવી ઓળખ પણ મળશે.

સીઆઈએસએફના હેડ ક્વાર્ટરમાં નવી બટાલિયન બનાવવા માટે તાકીદે નવી ભરતી કરવામાં આવ્યા પછી ટ્રેનિંગ અને પસંદગીની પ્રક્રિયા પૂરી પાડવામાં આવશે. તાલીમ આપીને પણ એક શ્રેષ્ઠ બટાલિયન તૈયાર કરવામાં આવશે, જે ખાસ કરીને વીઆઈપીની સુરક્ષામાં કમાન્ડોની સાથે ઉત્કૃષ્ટ બટાલિયન તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત તેમને એરપોર્ટ, દિલ્હી મેટ્રો રેલમાં તહેનાત કરવામાં આવશે. અહીં એ જણાવવનું કે પ૩ મા સીઆઈએસએફ દિવસે કેન્દ્રિય ગૃહ મંત્રાલયના નિર્દેશના આધારે કેન્દ્રિય દળોમાં તમામ મહિલા બટાલિયનનું ગઠન કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh