Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારના તથા એલસીબીના તત્કાલિન ફોજદાર વગેરે સામે પ્રોસેસનો હુકમ યથાવત

નીચેની કોર્ટના હુકમ સામે પોલીસકર્મીઓએ કરી હતી સેશન્સ કોર્ટમાં રીવીઝનઃ

જામનગર તા. ૧૩: જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા ઝાખર ગામના પાટિયે બારેક વર્ષ પહેલાં જમવા ગયેલા બે વ્યક્તિ પર જમવાનું ખરાબ છે તેમ કહેવાના પ્રશ્ને હોટલના કર્મચારી, સંચાલકે ફડાકાવાળી કરી હતી. તે પછી વાડીનાર પોલીસ મથક તથા જામનગર એલસીબીના તત્કાલિન પીએસઆઈ સહિતના સ્ટાફે આ બે વ્યક્તિ પૈકીના એકને લમધાર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. લાલપુર કોર્ટે કેસ ચલાવવાનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે કરાયેલી રીવીઝનમાં અદાલતે અરજદાર પોલીસ કર્મચારીઓ સામે કરાયેલો હુકમ યથાવત રાખી તેઓની અરજી રદ્દ કરી છે અને ખર્ચ પેટે રૂ.૫૦૦ ચૂકવી આપવા આદેશ કર્યાે છે.

લાલ૫ુર તાલુકાના મીઠોઈ ગામમાં રહેતા જીતેન્દ્રસિંહ ભીખુભા વાળા નામના યુવાન દ્વારા લાલપુરની અદાલતમાં એવી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે, ગઈ તા.૧૦-૧-૧૨ના દિને જીતેન્દ્રસિંહ તથા તેમના મિત્ર મહાવીરસિંહ બચુભા જાડેજા જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ઝાખર ગામના પાટીયા પાસે ચામુંડા હોટલમાં જમવા માટે ગયા હતા.

આ વેળાએ જમવાનંુ બરાબર ન હોવાથી કહેવાથી હોટલના કર્મચારી વસંતભાઈ તથા હોટલ સંચાલક હસનભાઈએ ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. તે પછી વાડીનાર પોલીસ મથકના તત્કાલિન પીએસઆઈ પીપરવાડીયાએ જીતેન્દ્રસિંહને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. જ્યાં તેમને મારકૂટ કરાઈ હતી. તે પછી ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને જામનગર એલસીબી એ ઝાખરના પાટીયે, મીઠોઈ ગામ તેમજ વાડીનારમાં લઈ જઈ જીતેન્દ્રસિંહને માર માર્યાે હતો. આ બાબતની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે કેસ ચાલી જતાં લાલપુર અદાલતે ગઈ તા.૧-૭-૨૪ના દિને હસન વલીભાઈ વીંઝપરા તેમજ વસંત રબારી, પીએસ આઈ હુસેન પીપરવાડીયા, પો. કો. અભિજીતસિંહ, પ્રવીણ સિંહ, શક્તિસિંહ, નિર્મળસિંહ, એલસીબીના તત્કાલિન પીએસઆઈ આલ, પો.કો. બાબભા, જયુભા, રણમલ ભાઈ, ભરતસિંહ સામે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ હેઠળ પ્રોસેસ ઈસ્યુ કરવા, કેસ ચલાવવા હુકમ કર્યાે હતો.

આ હુકમ સામે એલસીબીના તત્કાલિન પો.કો. રણમલ સબાડ, જયુભા, પીએસઆઈ જે.એમ. આલ, બાબભા, ભરતસિંહ તથા અભિજીતસિંહ, પ્રવીણસિંહ વાઢેર, શક્તિસિંહ, નિર્મળસિંહે જામનગર સ્થિત સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી.

તે અરજી અન્વયે દલીલ કરવામાં આવી હતી કે તેઓ રાજ્ય સેવક તરીકે ફરજ પર હતા તેથી સરકારની પરવાનગી વગર તેમના વિરૂદ્ધની ફરિયાદ ચાલવા પાત્ર નથી. તેની સામે ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે, પોલીસ દ્વારા કસ્ટડીમાં મારકુટ કરવામાં આવી તે ફરજનો ભાગ નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી અરજદાર પોલીસ કર્મચારીઓની રીવીઝન રદ્દ કરવાનો આદેશ કર્યાે છે અને અરજી કરનાર તમામ પોલીસ કર્મચારીએ ફરિયાદી જીતેન્દ્રસિંહને રૂ.૫૦૦ ખર્ચ પેટે ચૂકવી આપવા તેવો હુકમ પણ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ નીખિલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી, સમર્થ વેકરીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh