Advertisement
Author: નોબત સમાચાર

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના દિગ્ગજોની ૭પ રેલી, રોડ-શો યોજાશે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં

મુંબઈ તા. ૧૩: મહારાષ્ટ્ર ચૂંટણીના છેલ્લા તબક્કામં કોંગ્રેસ તમામ તાકાત લગાવશે. છેલ્લા પાંચ દિવસમાં દિગ્ગજોના ૭પ કાર્યક્રમોની તૈયારી ચાલી રહી છે.

મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસ છેલ્લા પાંચ દિવસમાં પોતાના મહત્ત્વના ચહેરાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિતના આ નેતાઓ ૭પ રેલી-રોડ શો યોજવાનું આયોજન કરી રહ્યા છે, જેમાં આ ત્રણ મોટા નેતાઓ દ્વારા ર૦ જેટલા કાર્યક્રમો કરવામાં આવ્યા છે.

મળતા અહેવાલો મુજબ રાહુલ ગાંધી મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર આને ઉત્તર મહારાષ્ટ્રમાં ૬ સભાઓ કરશે, જ્યારે પ્રિયંકાની ૧૩ નવેમ્બરે વાયનાડમાં મતદાન કર્યા પછી રાજ્યમાં ૪ બેઠકો નિર્ધારિત છે, તેમજ પાર્ટી અધ્યક્ષ ખડગે લગભગ ૧૦ રેલીઓને સંબોધિત કરશે. કોંગ્રેસે વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગ્રેસના ત્રણ ટોચના નેતાઓ ઉપરાંત સચિન પાયલટ અને ઈમરાન પ્રતાપગઢીની મહારાષ્ટ્રમાં સૌથી વધુ માંગ છે. પ્રતાપગઢીમાં મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારો સહિત રાજ્યમાં ર૦ થી વધુ બેઠકો નિર્ધારિત છે, જ્યારે યુવા નેતા સચિન પાયલોટની કુલ ૮ બેઠકો છે.

જો કે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી અને કર્ણાટકના સીએમ સિદ્રારમૈયા પણ અમુક વિસ્તારોમાં પ્રચારમાં ઝંપલાવશે. હાલમાં પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેની ર૦ રેલીઓ અને ધારાસભ્ય દળના નેતા બાળા સાહેબ થોરાટની ૧પ રેલીઓ નિર્ધારિત કરવામાં આવી છે. ૧૭ નવેમ્બરે મુંબઈમાં કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ અને એનસીપી શરદ પવારના ટોચના નેતાઓની મોટી સંયુક્ત બેઠકનો કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવી રહ્યો છે.

મુંબઈમાં છેલ્લી ઘડીએ રાહુલ અથવા પ્રિયંકાનો મોટો રોડ શો પણ પ્રસ્તાવિત છે, જેનો રોડ મેપ ફાઈનલ થઈ રહ્યો છે. રેલીઓ અને રોડ શોની સાથે કોંગ્રેસે મહાવિકાસ આઘાડીના પાંચ ગેરંટી કાર્ડને પાંચ કરોડ લોકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. આ માટે ડોર ટુ ડોર ઝુંબેશ ચલાવીને મહિલાઓને દર મહિને રૂ. ૩ લાખ અને રૂ. ૩,૦૦૦ ની ખેડૂત લોન માફીના વચનને સામાન્ય લોકોમાં ફેલાવવાનો હેતુ છે, જે જનતાને તેમની જરૂરિયાતોના મુદ્દા સાથે જોડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh