Advertisement
Author: નોબત સમાચાર

તેલંગાણામાં માલગાડીના ૧૧ ડબ્બા ખડી જતા રેલ વ્યવહાર ખોરવાયોઃ ૩૦ થી વધુ ટ્રેનો રદ્

રેલવેની ટીમે તપાસ આદરીઃ પોલીસ-પ્રશાસન ઘટના સ્થળે

હૈદ્રાબાદ તા. ૧૩: તેલંગાણામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, અને માલગાડીના ૧૧ ડબ્બા પાટા પરથી ખડી પડતા ૩૦ થી વધુ ટ્રેન કેન્સલ થઈ છે.

તેલંગાણાના પેડ્ડાપલ્લી જિલ્લામાં આજે ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. રાઘવપુરમ્ અને રામગુંડમ્ વચ્ચે રેલવે ટ્રેક પરથી એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. ૪૪ વેગનવાળી આ ટ્રેનના ૧૧ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતાં અને પલટી ગયા હતાં. આ ટ્રેન આયર્ન ઓર લઈને ગાઝિયાબાદથી કાઝીપેટ જઈ રહી હતી. આ દુર્ઘટના ગત્ રાત્રે સર્જાયો હતો જેની માહિતી આજે સવારે સામે આવી છે.

ટ્રેન પાટા પરથી ખડી પડવાના કારણે રેલ માર્ગ ખોરવાઈ ગયો છે, તેથી રેલવેએ રૂટ પર દોડતી ૩૦ થી વધુ ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે. ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દિલ્હી અને ચેન્નાઈ વચ્ચેનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.

દુર્ઘટનાના કારણે સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો અને અન્ય માલ ગાડીઓ પણ ટ્રેનના પાટા પર ફસાઈ રહી હતી. આ માહિતી દક્ષિણ મધ્ય રેલવેના પીઆરઓ એ આપી છે. દુર્ઘટનાની માહિતી મળતા જ સ્ટેશન માસ્ટર, રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સ્થાનિક પ્રશાસન અને પોલીસની ટીમો પણ દુર્ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રેલવે કર્મચારીઓએ પાટા પરથી ક્ષતિગ્રસ્ત ડબ્બા અને સામાન હટાવવાનું કામ શરૂ કરી દીધું છે. રેલવે એન્જિનિયરોએ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણોની તપાસ કરી છે.

રેલવે પ્રશાસનનું કહેવું છે કે, દુર્ઘટનાની તપાસ કર્યા પછી અધિકારીઓને રિપોર્ટ સોંપવામાં આવશે. કારણ કે જ્યારે કોઈ માલગાડી દુર્ઘટનાનો શિકાર બને છે ત્યારે રેલ ટ્રાફિક મોટાપાયે પ્રભાવિત થાય છે. પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓને આમ-તેમ અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી દુર્ઘટનાઓને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનાનું કારણ શોધીને માલગાડીને વધુ સુરક્ષિત બનાવવામાં આવશે, જેથી લોકોને તેના કારણે મુસાફરી કરવામાં મુશકેલીનો સામનો ન કરવો૫ડે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh