Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત કૃત્રિમ વિસર્જન કુંડમાં
જામનગર તા. ર૬ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે હાપા માર્ગે તથા રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જનકુંડ બનાવવામાં આવ્યા છે. આ કૃત્રિમ કુંડમાં નિયમિત અનેક શ્રદ્ધાળુઓ દ્વારા વિઘ્નહર્તાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આજે કુલ ૩૬૯ પ્રતિમા બન્ને વિસર્જનકુંડમાં વિસર્જિત કરાઈ હતી.
જામનગર મહાનગર પાલિકા દ્વારા હાપા શો-રૃમની સામે આવેલા કૃત્રિમ વિસર્જન કુંડમાં ર૯૧ અને કુલ ૧૧પ૧ ગણેશજીની પ્રતિમાનું શહેરીજનો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું તેમજ રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે આવેલ કૃત્રિમ વિસર્જન કુંડમાં ૭૮ ગજાનનની પ્રતિમાનું શ્રદ્ધાળુઓ દ્વારા વિસર્જન કરાયું હતું તથા કુલ ૩૬ર પ્રતિમાનું અહીં વિસર્જન કરાયું હતું.
નગરજનો માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા માર્ગે શો-રૃમની સામે અને રણજીતસાગર રોડ બાયપાસ ચોકડી પાસે કૃત્રિમ વિસર્જન કુંડમાં સમગ્ર શહેરમાંથી આવતા નગરજનો સુવ્બયવસ્થિત રીતે પ્રતિમાનું વિસર્જન કરી શકે તે માટેની તમામ પ્રકારની સુચારૃ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. અહીં સંપૂર્ણપણે લાઈટીંગની વ્યવસ્થા, શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, ચૂસ્ત સિક્યુરીટી બંદોબસ્ત તેમજ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય તે પહેલા આરતી અને પૂજા માટે ટેબલ તથા મંડપ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નિયમિત અંદાજિત ૩પ૦ થી વધુ શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિ ભાવપૂર્વક બન્ને કૃત્રિમ કુંડમાં માટીના ગણેશજી તેમજ પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિનું નગરજનો દ્વારા વિસર્જન કરવામાં આવે છે.
જામનગર મહાનગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલ બન્ને કૃત્રિમ કુંડમાં ફાયર શાખાની ટીમ દ્વારા મૂર્તિના વિસર્જન તાલીમબદ્ધ સ્ટાફ દ્વારા જ કરવામાં આવે છે. ગજાનનની મોટી પ્રતિમા માટે અહીં ક્રેઈનની પણ જામનગર મનપા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આજ સુધી મનપાના બન્ને કૃત્રિમ કુંડમાં કુલ ૧પ૧૩ પ્રતિમાનું નગરજનો દ્વારા આસ્થાભેર વાજતે-ગાજતે વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રતિમા વિસર્જનની કામગીરી જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના માર્ગદર્શન મુજબ નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની રાહબરી હેઠળ પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના રાજીવભાઈ જાની, જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, ડેપ્યુટી ચીફ ફાયર સી.એસ. પાંડિયન, હિરેનભાઈ સોલંકી, ચેતનભાઈ સંઘાણી તથા સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial