Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસ બોલી, 'ભાજપ-જેડીએસની રાજનીતિ પ્રગટી'
બેંગલુરૃ તા. ર૬ઃ કર્ણાટકના કાવેરી જળવિવાદના મુદ્દે બંધનું એલાન અપાતા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કોંગ્રેસે આને ભાજપ-જેડીએસની રાજનીતિ ગણાવી આક્ષેપો કર્યા છે.
કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલી રહેલા કાવેરી જળ વિવાદને કારણે આજે કેટલાક સંગઠનોએ બેંગલુરૃમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. બંધના પગલે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
કેટલાક સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે જેના કારણે દેશની આઈટી રાજધાની બેંગલુરૃની ગતિ ધીમી પડી ગઈ છે, જો કે ટેક્સી ડ્રાઈવરો, હોટલ માલિકો સહિત ઘણાં સંગઠનોએ બંધના સમર્થનને પાછું ખેંચી લીધું છે, જ્યારે શાળા-કોલેજો બંધ રહેશે.
આજે બંધનું એલાન આપ્યું હોવાથી શહેરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ બીએમટીસી એ કહ્યું છે કે તેની બસો તમામ રૃટ પર સામાન્ય રીતે ચાલશે.
કર્ણાટકમાં એસોસિએટેડ મેનેજમેન્ટ ઓફ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ બેંગલુરૃમાં આજે તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય બેંગલુરૃ શહેરના ડેપ્યુટી કમિશનરે બંધ હોવાના કારણે શાળા-કોલેજ રજાની જાહેરાત કરી હતી. કર્ણાટક જળ સંરક્ષણ સમિતિના અધ્યક્ષના જણાવ્યા અનુસાર આ બંધ ચાલુ રાખશે.
આ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્રાર મૈયા સહિતના કોંગ્રેસના નેતાઓએ ભાજપ અને જેડીએસ પર રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સિદ્ધાર મૈયાએ વધુમાં કહ્યું કે અમે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રેગ્યુલેશન કમિટીના આદેશો વિરૃદ્ધ સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. કોર્ટે અમારી અને તમિલનાડુની દલીલો ફગાવી દીધી હતી. અમે આ વિરોધ પ્રદર્શનોને કંટ્રોલ નથી કરી રહ્યા, કારણ કે આ પ્રકારે વિરોધ વ્યક્ત કરવાનો તેઓનો અધિકાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial