Advertisement
Author: નોબત સમાચાર

પતરૃ તૂટતા પટકાયેલા શ્રમિકનું મૃત્યુઃ સર્પદંશથી મહિલાનું મૃત્યુ

બેડ પાસે કામ કરતા શ્રમિકને વીજ આંચકો ભરખી ગયોઃ

જામનગર તા. ૨૬ઃ જામનગરના સિક્કામાં આવેલી લેબર કોલોનીમાં એક શેડ પર તાલપતરી નાખવા ચઢેલા શ્રમિક પતરૃ તૂટતા પટકાઈ પડ્યા હતા. હેમરેજ થઈ જવાથી આ શ્રમિકનું મૃત્યુ થયું છે, નાગાણી સરમતમાં ઝેરી સર્પ કરડી જતાં મહિલા પર કાળનો પંજો પડ્યો છે, બેડ પાસે એક સાઈટ પર વીજ આંચકો લાગતા શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ત્રણેય બનાવની તપાસ હાથ ધરી છે.

જામનગર તાલુકાના સિક્કા ગામની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સિક્કામાં આવેલી લેબર કોલોની-૪માં નોકરી કરતા ભીખાભાઈ નાથાભાઈ સીંધવ (ઉ.વ.૫૦) નામના પ્રૌઢ લેબર કોલોનીમાં આવેલા લેબર કેમ્પ નં.ર૪માં શેડમાં પાણી પડતું હોવાના કારણે ઉપર રહેલા પતરા પર તાલપતરી નાખવા માટે ગઈકાલે બપોરે ચઢ્યા હતા.

આ વેળાએ પતરૃ તૂટતા ભીખાભાઈ જમીન પર પટકાઈ પડ્યા હતા. આ વેળાએ માથામાં હેમરેજ સહિતની ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. અરવિંદભાઈ નાથાભાઈ સીંધવે પોલીસને જાણ કરી છે.

જામનગર તાલુકાના સિક્કા નજીકના નાગાણી સરમત પાસે વસવાટ કરતા ફરીદા ઉર્ફે ફરઝાનાબેન મામદભાઈ દલ નામના પાંત્રીસ વર્ષના પરિણીતા રવિવારે રાત્રે નિદ્રાધીન થયા પછી મોડીરાત્રે તેમને કોઈ ઝેરી સર્પ કરડી ગયો હતો. આ મહિલાને સારવાર માટે સિક્કા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યાનું પતિ મામદભાઈ બિલાલભાઈ દલે પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગરના ગુલાબનગર રોડ પર ત્રિ-મંદિર નજીક ઝંૂપડપટ્ટીમાં રહેતા પૂનમસિંગ ઈજુભાઈ વસુનીયા નામના શ્રમિક રવિવારે સવારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડના ટોલનાકા પાસે પેટ્રોલપંપ નજીક એક સાઈડ પર કામ કરતા હતા ત્યારે મિલેર લાઈટના વાયરને અડકી જતાં આ શ્રમિકને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. તેઓનું સારવારમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યાનું પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh