Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરસ્વતી શિશુ મંદિરમાં સંવાદના બીજા તબક્કામાં પ્રવચનઃ
લખનૌ તા. ર૬ઃ સંઘના સુપ્રિમો મોહન ભાગવતનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, આ દેશ જેટલો આપણો છે તેટલો જ એમનો પણ છે. કોઈના વિરોધથી સંઘને કોઈ નુક્સાન નથી થતું. હિંદુ ધર્મની ટીકા કરનારા હિન્દુ ધર્મને જાણતા નથી. સનાતન ધર્મ નથી પણ સંસ્કૃતિ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ ચાલક મોહનરાવ ભાગવતે કહ્યું કે મુસ્લિમો આપણાથી અલગ નથી. તેઓ પણ આપણા જ છે. માત્ર તેમની પૂજાની પદ્ધતિ બદલાઈ છે. આ દેશ તેમનો પણ છે અને તેઓ પણ અહીં જ રહેશે. તેમણે કહ્યું કે, સંઘ સમગ્ર સમાજને સંગઠિત કરવા માંગે છે અને સંઘ માટે કોઈ પરાયું નથી. આજે અમારો વિરોધ કરનારા પણ અમારા છે. તેમણે કહ્યું કે પરંતુ એ વાત ચોક્કસ છે કે તેમના વિરોધથી અમને કોઈ નુક્સાન ન થાય તે માટે અમે ચોક્કસપણે ચિંતિત થઈશું.
સરસ્વતી શિશુ મંદિરમાં સંવાદના બીજા રાઉન્ડમાં સેના અને અન્ય કેટલાક ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે વાતચીત દરમિયાન સંઘ પ્રમુખે કહ્યું કે જે લોકો હિંદુ ધર્મની ટીકા કરે છે તેઓ હિંદુ ધર્મને જાણતા નથી. તેમણે કહ્યું કે આવા ઘણાં ઉદાહરણો છે જ્યારે લોકો હિંદુ ધર્મને જાણતા અને સમજતા થયા અને તેઓ તેના ચાહક બન્યા. તેમણે કહ્યું કે સનાતન ધર્મ નથી, પરંતુ સંસ્કૃતિ છે. ભાગવતે કહ્યું કે જો સમાજમાં પ્રબુદ્ધ લોકો તટસ્થ રહેશે તો રાજકારણ ભટકી જશે. તેમણે કહ્યું કે સમાજમાં જે સારૃ કામ થઈ રહ્યું છે તેને સહયોગ મળવો જોઈએ. અવધ પ્રાંતમાં ચાર દિવસના રોકાણના છેલ્લા દિવસે મોહન ભાગવતે સોમવારે સવારે અને સાંજે બે તબક્કામાં શિક્ષણ, વકીલાત, સેના, કૃષિ, દવા, પત્રકારત્વ અને અન્ય ક્ષેત્રોના લોકો સાથે વાતચીત કરી.
સરસ્વતી શિશુ મંદિરમાં સાંજે સંવાદના બીજા તબક્કામાં સેના સહિત અન્ય કેટલાક ક્ષેત્રોના પ્રતિનિધિઓએ કહ્યું કે તેઓ રાજકારણ કે કોઈ પક્ષમાં જોડાવા માંગતા નથી. ભાગવતે કહ્યું કે સંઘના પણ રાજકીય સંગઠનો નથી, પરંતુ સમાજમાં જે સારૃ કામ થઈ રહ્યું છે તેને સમર્થન મળવું જોઈએ.
તેમણે કહ્યું કે સમાજમાં પરિવર્તન માટે સ્વયંસેવકો દ્વારા ઘણાં સારા કાર્યો કરવામાં આવી રહ્યા છે. તે કાર્યોમાં પ્રબુદ્ધ લોકો મદદ કરી શકે છે. સવારે પ્રથમ સેશનમાં એસજીપીજીઆઈના ડાયરેક્ટર ડો. આર.કે. ધીમાન, કેજીએમયુના બાળરોગ વિભાગના વડા પ્રો. એસ.એન. કુરીલ, કેજીએમયુ ડેન્ટલ ફેકલ્ટીના ડો. મોહમ્મદ શાદાબ, સીએમએસના પ્રમુખ જગદીશ ગાંધી, પદ્મશ્રી ડો. એસ.એસ. સરકાર, પત્રકાર કે. વિક્રમ રાવ, રામદત્ત ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતાં. સાંજે સંવાદના બીજા તબક્કામાં પદ્મશ્રી વિદ્યા વિંદુ, ડો. પૂર્ણિમા પાંડે, ખેડૂત કલીમુલ્લા, એડવોકેટ એસ.કે. કાલિયા અને સૈન્ય અધિકારીઓ અને અન્યો હાજર રહ્યા હતાં.
મોહન ભાગવતે કહ્યું કે સંઘ ઈતિહાસમાં એવું લખવા માંગતો નથી કે સ્વયંસેવક સંઘના કારણે દેશનો ઉદ્ધાર થયો. તેમણે કહ્યું કે સંઘ ઈતિહાસમાં એ લખવા માંગે છે કે સંઘના કારણે જ આ દેશમાં એક એવી પેઢીનું નિર્માણ થયું, જેણે ઉદ્યોગસાહસિક્તા અપનાવી પરિશ્રમ કર્યો અને પોતાના દેશને સમગ્ર વિશ્વનો ગુરુ બનાવ્યો. આરએસએસ વડાના ભાષણમાં સબકા સાથ-સબકા પ્રયાસની ઝલક પણ જોવા મળી હતી. મુસ્લિમ સમુદાયના ડો. મોહમ્મદ શાદાબ અને કેરીની અનેક જાતોના પિતા કલીમુલ્લાહને પણ મોહન ભાગવત સાથે વાર્તાલાપ કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. સંઘ પ્રમુખે એમ પણ કહ્યું કે સંઘ દરેકને જોડવાનો અને દરેકને આમંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. એક પ્રશ્નના જવાબમાં મોહન ભાગવતે કહ્યું કે તેઓ ભારતની વિદેશ નીતિ પર કોઈ સલાહ નથી આપી રહ્યા, પરંતુ જે રીતે ભારતે બાંગ્લાદેશને સહકાર આપ્યો હતો તેવી જ રીતે ભારતે પાકિસ્તાનનો વિરોધ કરતા દેશોને સહકાર આપવો જોઈએ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા બૌદ્ધિકોએ સામાજિક વિસંગતતાઓને દૂર કરવામાં ભાગ લેવો જોઈએ. સોમવારે બુદ્ધિજીવીઓ સાથે વાતચીત કરતી વખતે સંઘના વડાએ રાષ્ટ્રની પ્રગતિ, સામાજિક સમરસતા અને ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ પર ભાર મૂક્યો હતો. બાળકોમાં મૂલ્યોના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા સંઘ પ્રમુખે કહ્યું કે, મોબાઈલ ફોનના કારણે બાળકો મૂલ્યોથી દૂર જઈ રહ્યા છે. તેનું બાળપણ બગડી રહ્યું છે. તેમણે શિક્ષણવિદે અને તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ સમસ્યાના ઉકેલ માટે વાલીઓને જાગૃત કરવા હાકલ કરી હતી.
તેમણે કહ્યું કે, જાતિ વ્યવસ્થા અને ભેદભાવ જેવી સામાજિક વિસંગતતાઓને દૂર કરવા માટે સમાજે એક થવું પડશે. પરસ્પર સંવાદ સ્થાપિત કરવાથી જ એક્તા આવશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રની પ્રગતિ માટે અને ભારતનું સન્માન જાળવી રાખવા માટે દરેક પ્રબુદ્ધ વ્યક્તિના સહયોગની જરૃર છે. તેમણે કહ્યું કે આ રાષ્ટ્રને સમજવા અને સમગ્ર દેશને એક કરવા માટે પ્રબુદ્ધ લોકો પોતાની રીતે જે પણ નાનું કે મોટું કામ કરવા માગે છે તે કરો. પદ્મશ્રી વિદ્યા વિંદુએ બાળકોને સંસ્કારી બનાવવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ તૈયાર થઈ રહેલા અભ્યાસક્રમમાં નૈતિક શિક્ષણનો મુખ્ય રીતે સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે માત્ર બાળકોને જ નહીં, પરંતુ માતા-પિતાને પણ મૂલ્યો, સંસ્કૃતિ અને પરંપરાઓની તાલીમ આપવી જોઈએ.
એક પ્રશ્નના જવાબમાં મોહન ભાગવત સંમત થયા કે શિક્ષણમાં ત્રણ ભાષાની નીતિ લાગુ કરવી જોઈએ. એક માતૃભાષા, એક ભારતીય ભાષા અને ત્રીજી બીજી ભાષા હોઈ શકે છે. એડવોકેટ એસ.કે. કાલિયાએ જણાવ્યું હતું કે બાળપણમાં શાળાઓમાં પ્રાર્થના થતી હતી. એ શક્તિ આપણને કર્તવ્યના માર્ગે વળગી રહેવાની, બીજાની સેવા કરવાની, પરંતુ આપણા જીવનને સારૃં કરવામાં સફળ બનાવવાની શક્તિ આપે. આવી પ્રાર્થનાથી બાળકો સંસ્કારી બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial