Advertisement
Author: નોબત સમાચાર

સફાઈની અનિયમિતતા બદલ બંસી એન્ટરપ્રઈઝ એજન્સીને રૃપિયા પાંચ હજારનો દંડ ફટકારાયો

જામનગરમાં બસ સ્ટેશનના શૌચાલયમાં

જામનગર તા. ર૬ઃ જામનગર બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને હાલાકી ન પડે તેમજ શૌચાલય સહિતના પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી એસ.ટી. વિભાગ જામનગર દ્વારા લગત એજન્સીને સફાઈ કામગીરીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે, પરંતુ થોડા દિવસો પહેલા અખબારી અહેવાલોના માધ્યમથી શૌચાલયમાં ખૂબ જ ગંદકી હોવાનું તેમજ મુસાફરોને હાલાકી પડતી હોવાની હકીકત ધ્યાને આવતા તે અંગે વિભાગીય નિયામક જાડેજા દ્વારા તપાસ કરાતા હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ ધરાવતી રાજકોટની બંસી એન્ટરપ્રાઈઝ એજન્સીની સાફસાફાઈ અંગેની બેદરકારી સામે આવી હતી. જેથી ડેપો મેનેજર દ્વારા એજન્સીને આ અંગે નોટીસ આપવામાં આવેલ અને રૃપિયા પાંચ હજારનો દંડ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવેલ. ત્યારપછી બસ સ્ટેશનના શૌચાલયમાં વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ પુનઃ સાફ-સફાઈ કરાવવામાં આવી હતી તેમજ લગત અધિકારીઓને રોજિંદુ મોનિટરીંગ કરવા તથા મુસાફરોને લગતી સુવિધા પ્રત્યે સજાગ રહી સુવિધામાં વધારો થાય તે પ્રકારની કાળજી લઈ કામગીરી હાથ ધરવા તાકીદ કરવામાં આવી હતી. તેમજ એજન્સીને ભવિષ્યમાં આ બાબતનુ પુનરાવર્તન ન થાય તેની ગંભીર કાળજી રાખવા પણ જણાવવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh