Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જગ્યાના કબજા અંગે હિન્દુ ધર્મના જ બે ટ્રસ્ટો વચ્ચે કાનૂની જંગ
ખંભાળીયા તા. ર૬ઃ ખંભાળીયાના પ્રાચીન તથા જાણીતા ખામનાથ મહાદેવના પટાંગણમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ તથા સમર્થકો દ્વારા મંદિરના વિકાસ માટેના પ્રયત્નો હાથ ધરાતા તેમાં ખામનાથ મહાદેવ ટ્રસ્ટની જગ્યા તેમની માલિકીની ગણીને કાર્ય કરતા વિવાદ થતાં મામલો કોર્ટ તથા પોલીસમાં પહોંચતા ભારે ચર્ચા જાગી છે.
આ અંગે ખામનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ વતી એડવોકેટ પ્રતિકભાઈ જોશીએ જણાવેલ કે ખંભાળીયામાં પ૦૦ વર્ષ જુનું ખામનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે મંદિરના ટ્રસ્ટની જગ્યા ૧,૮પ૦પ૭ ચો.ફૂટ જગ્યા છે જેમાં સતીમા, સુરાપુરાની ખાંભીઓ આશાપુરા તથા શીતળા માતાજી મંદિર તથા અન્ય મંદિરો આવેલા છે. ૧૯૪પ ની સાલમાં આ જગ્યાનો વિવાદ ઉભો થતાં પ૩-૧૯૮પ ના દાવાથી નામદાર કોર્ટ દ્વારા જગ્યા સંબંધી માલિકી હક ખામનાથ મહાદેવ ટ્રસ્ટની તરફેણમાં આવેલ તથા કાયમી મનાઈ હુકમ આવેલ હતો તથા હુકમનામા અમલની દરખાસ્ત સિનિયર સિવિલ કોર્ટમાં પેન્ડીંગ છે, જ્યારે કેટલાક તત્વો દ્વારા આશાપુરા માતાજીના મંદિરની આસપાસ ખામનાથ મહાદેવની મિલકતો રહેણાાંક મકાનના તાળા તોડી પ્રવેશ કરી ટ્રસ્ટની સંમતિ વગર નુકસાન કર્યું છે તથા મિલકતોને પણ નુકસાન કર્યું હોય આ બાબતે જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી રજુઆતો કરવામાં આવી હતી.
બીજી તરફ ખામનાથ પાસે આવેલા આશાપુરા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયુું હતું કે ખામનાથ પાસે સર્વે સમાજની આસ્થાના પ્રતીક આશાપુરા માતાજીના મંદિરની જગ્યાના બની બેઠેલા માલિકો દ્વારા રોકવામાં આવ્યા હોય આ માલિકો પર ફરિયાદ તથા જિલ્લા કલેકટર તથા જિ.પો.વડાને રજુઆત કરવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે. જેમાં રાજપૂત સમાજ તથા ધર્મપ્રેમી જનતા તથા ધાર્મિક સંગઠનો સાથે જોડાનાર છે.
ખંભાળીયા શહેરમાં પ્રાચીન ખામનાથ મહાદેવ ટ્રસ્ટ તથા આશાપુરા માતાજીના ટ્રસ્ટ દ્વારા જગ્યા અંગે વિવાદ થતાં મામલો જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડા તથા કોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે સમાજના આગેવાનો આ બાબતે શાંતિપૂર્ણ ઉકેલ લાવે તથા હિન્દુઓની આસ્થાના પ્રતીક શિવ તથા શક્તિના ટ્રસ્ટીઓનો વિવાદ શાંતિપૂર્ણ રીતે ઉકેલે તેવું સામાન્ય જનતા ઈચ્છા રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial