Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રિ-મોન્શુન કામગીરીમાં બેદરકારી... હવે...
જામનગર શહેરની મધ્યમાં આવેલ હરવા-ફરવાના એકમાત્ર સ્થળ અને બ્યુટિફિકેશન કરાયેલ લાખોટા તળાવમાં આ વરસે ચોમાસામાં પાણીની સારી આવક થતાં પાણીથી ભરાઈ જતા નયનરમ્ય દૃશ્યો જોવા મળે છે.
ચોમાસા પૂર્વે દર વરસની જેમ મનપા તંત્ર દ્વારા પ્રિ-મોન્શુન કામગીરીના કામો કોન્ટ્રાક્ટરોને સોંપીને લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. (આ વરસે રૂપિયા એક કરોડ કરતા વધુની રકમનો ખર્ચ મંજૂર કરાયો હતો.)
પણ.. પ્રિ-મોન્શુન કામગીરીમાં લાખોટા તળાવમાં પાણીની આવક જે કેનાલમાંથી થાય છે તે કેનાલની યોગ્ય સફાઈ થઈ નહીં... તળાવમાં પણ સાવ ઓછા પાણી હતા અને ચારે તરફ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હતાં, કચરો ફેલાઈ ગયો હતો તેમ છતાં તળાવમાંથી પણ મનપા તંત્ર કે કોન્ટ્રાક્ટરે કચરો, ઝાડી-ઝાંખરા દૂર કરવાની કોઈ કામગીરી કરી નહીં... પરિણામે તળાવમાં મોટા જથ્થામાં કચરો, ઝાડી-ઝાંખરા ઠલવાયા અને હવે ચોમાસુ પૂર્ણ થવામાં છે ત્યારે તંત્ર જાગ્યું... નવેસરથી ખર્ચાઓ કરી તળાવમાં સફાઈ કામ કરવાની કવાયત શરૂ થઈ છે.
આગામી ૧લી ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાન સરકારી ધોરણે સરકારી કાર્યક્રમરૃપે હાથ ધરાવાનું છે ત્યારે હાથમાં સાવરણાં લઈને એક કલાકના કાર્યક્રમમાં ફોટોસેશન થશે.. પછી ખરેખર જ્યાં જરૂર છે તેવા લાખોટા તળાવના પાણીને પ્રદુષણ, કચરા મુક્ત કરવાનું કોઈને સુઝતું નથી...! મનપા તંત્રએ તો તળાવમાંથી કચરો દૂર કરવા ખાસ બોટો પણ વસાવી છે. સ્ટાફ પણ છે... તો પછી નિયમિત રીતે શા માટે સફાઈ કામગીરી થતી નથી...! શા માટે તળાવની ફરતેના વિસ્તારોમાંથી તળાવમાં ઠલવાતા ગંદવાડ, કચરા, એંઠવાડ, ગંદાપાણી વિગેરે સામે કડક પગલાં લેવાતા નથી...!
જામનગર મહાનગરપાલિકા તંત્રમાં સેનીટેશન વિભાગ પણ એસ્ટેટ વિભાગની જેમ હવે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કે પદાધિકારીઓને ગણકારતો નથી તેમ જણાય છે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial