Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવિધ સ્પર્ધામાં એન્ટ્રી કરાવવા તાકીદઃ
જામનગર તા. ર૬ઃ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર અને ગુજરાત સરકાર દ્વારા ખેલમહાકુંભ ર૦ર૩-ર૪ નું પેરા સ્પોર્ટસ એસો. ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ આયોજન થયું છે. જામનગર જિલ્લાના શારીરિક (અસ્થિવિષયક) દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પે. ખેલ મહાકુંભમાં ટ્રાયસિકલ રેસ ૧૦૦ મી., વ્હીલ ચેર હાર્ડર રેસ, ચક્રફેંક, ભાલા ફેંક, ગોળા ફેંક, ૧૦૦ મી. દોડ, લાંબી-ઊંચી કૂદ, ક્રિકેટ, સિટીંગ વોલીબોલ, સ્વીમીંગ જેવી સ્પર્ધાઓમાં એન્ટ્રી કરાવી સદભાગી થવા આશાદિપ વિક્લાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, ખંભાળિયા નાકા બહાર, માધવરાય મંદિર પાસે, જામનગર ૯૮૯૮૩ રર૧ર૦ અથવા ૯૦૧૬૭ ૭૮૩૯૮ નો સંપર્ક કરવો. ટકાવારીનું તબીબી સર્ટી, વિક્લાંગ ઓળખ કાર્ડ (બસ પાસ), જન્મ તારીખનો દાખલો અથવા એલ.સી., આધાર કાર્ડ, બેંક પાસ બુક, ખાતા નંબર, આઈએફસી કોડની વિગતોની નકલ (ફોટો કોપી) તથા બે પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે તા. ર૭-૯-ર૦ર૩ થી ૧પ-૧૦-ર૦ર૩ સુધીમાં સવારે ૧૦-૩૦ થી ૧ તથા બપોરે ર થી ૪ સુધીમાં પ્રવેશ પત્ર મેળવી પરત કરવાના રહેશે તેમ જામનગર પેરા સ્પોર્ટસ એસો.ના પ્રમુખ બિપીનભાઈ અમૃતિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial