Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત કિશાન કોંગ્રેસના રાજ્ય સરકાર પર આકરા પ્રહારો
ખંભાળીયા તા. ર૬ઃ ગુજરાત કિસાન કોંગ્રેસે સરકાર પર પ્રહારો કરતા કહ્યું છે કે ગુજરાત સરકારની યોજના માત્ર કાગળ પર ચાલે છે, સરકારમાં હિંમત હોય તો લાભાર્થીના નામ જાહેર કરે.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા નર્મદા પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરેલી સહાયની જાહેરાતો અંગે પ્રતિક્રિયા આપતા કિસાન કોંગ્રેસ ગુજરાતના પ્રમુખ પાલભાઈ આંબલિયાએ આ કુદરતી નહીં માનવ સર્જિત આફત હોવાનું જણાવીને નુકસાન નર્મદા નિગમના અધિકારીઓ તથા રાજ્યના મંત્રીઓ પાસેથી વ્યક્તિગત રીતે વસૂલવા માગ કરી છે.
રાજ્ય સરકારની યોજનાઓ કાગળ પર ચાલતી હોવાનો ગંભીર આક્ષેપ કરીને પાલભાઈ આંબલીયાએ જણાવેલ કે માત્ર જાહેરાતોની સરકાર છે આ ફોટોજીવી સરકારમાં હિંમત હોય તો બીપોરજોય વાવાઝોડામાં કેટલા ખેડૂતોને સહાય આપી નામ જાહેર કરે, ડુંગળી, બટાટા યોજના સહાયમાં એક કિલોએ બે રૃપિયા સહાય જાહેર થયેલી કેટલાને આપી...? મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અન્વયે ચાર વર્ષમાં એક પણ ખેડૂતને સહાય ચૂકવાઈ હોય તો નામ જાહેર કરે, સ્કાય યોજના હેઠળ કેટલા ખેડૂતોને સહાય અપાઈ ? બેરલ, પીપડા, પાવડા, તગારા સહાય યોજનામાં કયાં ખેડૂતોને સહાય મળી કાગળ પર યોજના ચાલે છે અને જાહેરાતોમાં આ સરકાર છે. ખેતી પાકોમાં હેકટર દીઠ ૧૬ થી રપ હજારનું વળતર પૂરતું નથી નાશ થયેલા બાગાયતી પાકને કાઢવા માટે જેસીબીવાળા એક એક લાખ રૃપિયા માંગે છે. રાજ્ય સરકારે બાગાયતી પાકવાળા ખેડૂતોનો વિચાર કરી વગર વ્યાજે લાંબા ગાળાની લોન આપવા પણ માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial