Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મગજ કામ કરતો ન હોવાના કારણે યુવકનો ગળાફાંસોઃ
જામનગર તા. ૨૬ઃ કાલાવડના ભગત ખીજડિયા ગામમાં એક પ્રૌઢને પત્ની સાથે લોટ દળાવવા જવા બાબતે બોલાચાલી થયા પછી માઠું લાગી આવતા તે પ્રૌઢે ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે ધ્રોલના જાયવા ગામમાં મગજ કામ કરતું ન હોવાના કારણે એક યુવાને ગળાટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.
કાલાવડ તાલુકાના ભગત ખીજડિયા ગામમાં રહેતા અશોકભાઈ પરસોત્તમભાઈ ફળદુ નામના પંચાવન વર્ષના પટેલ પ્રૌઢે રવિવારે સવારે આઠેક વાગ્યે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ પ્રૌઢને દવાની અસર થવા લાગતા તેમના પરિવારને જાણ થઈ હતી અને અશોકભાઈને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અશોકભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ ચંદુભાઈ ફળદુએ પોલીસને જાણ કરી છે. તેમણે આપેલા નિવેદનમાં ખૂલ્યા મુજબ અશોકભાઈને રવિવારે સવારે પોતાના પત્ની સાથે લોટ દળાવવા બાબતે બોલાચાલી થયા પછી માઠું લાગી આવતા અશોકભાઈએ ઝેરી દવા પી લીધી હતી. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ધ્રોલ તાલુકાના જાયવા ગામમાં ભોજાવટી સીમ વિસ્તારમાં રહેતા નઝીરભાઈ ઈસ્માઈલભાઈ જુણેજા નામના ત્રીસ વર્ષના યુવાને ગઈરાત્રે દસેક વાગ્યે ખેતરમાં આવેલી પતરાવાળી ઓરડીમાં જઈ લોખંડના એન્ગલમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળાટૂંપો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી છે. તેઓને સારવારમાં લઈ જવાયા હતા પરંતુ તે પહેલા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના પિતા ઈસ્માઈલભાઈ સુલેમાનભાઈ જુણેજાએ પોલીસને જાણ કરી છે. તેઓએ જણાવ્યા મુજબ તેમના પુત્રનું છેલ્લા બેએક મહિનાથી મગજ કામ કરતું ન હોય તેઓએ આ પગલું ભરી લીધુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial