Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના કેનેડી બ્રીજ પાસે સારો પાકો ડાયવર્ઝનનો માર્ગ બનાવવા ઉઠતી માંગણી

ચાર કિલોમીટરનો ફેરો બચાવવા જીવના જોખમે લોકોએ રસ્તો કાઢ્યો !

ખંભાળીયા તા. ર૬ઃ ખંભાળીયાના કેનેડી બ્રીજ પાસે ડાયવર્ઝન રસ્તો ફરીથી શરૃ કરવા માંગ ઉઠી છે. લોકો જાનના જોખમે ટુવ્હીલર કાઢે છે !!

ખંભાળીયામાં ખામનાથ પાસે ઘી નદી પર ૧ર૦ વર્ષ જુનો કેનેડી બ્રીજ જર્જરીત હોય એજન્સી દ્વારા આ પૂલ પરથી ચાલીને નીકળવું પણ જોખમી હોય અને ગમે ત્યારે પડે તેમ હોય બંધ કરવા જણાવતા પાલિકાની રજુઆત પરથી જિલ્લા કલેકટર દ્વારા તાકીદે બંધ કરાયેલ પાલિકા તરફથી બન્ને તરફ બોર્ડ તથા વચ્ચે દીવાલ કરી નાખવામાં આવેલી પણ મોટી સંખ્યામાં ખામનાથ પાસે રામનગર વિસ્તારમાં રહેતા લોકોને ગામમાં આવવા માટે ૪ કિમી ફરવા જવું પડે તેમ હોય કોઈ એ ધીરે ધીરે રોડ પૂલ પરની દીવાલ તોડી તેમાંથી ટુવ્હીલર જઈ શકે તેમ રસ્તો કરતા અત્યારે જીવના જોખમે લોકો પોતાના બાઈક પર આ રસ્તેથી નીકળે છે અત્યંત સાંકડો રસ્તો હોય બે બાઈક નીકળી ના શકે તેવું છે ત્યારે પાલિકા દ્વારા નદીમાં અગાઉ બનાવેલો ડાયવર્ઝન સારો પાકો અને મજબૂત બનાવવા માંગ કરાઈ છે.

પૂલ બંધ થઈ જતાં પાલિકા દ્વારા નદીમાં પાઈપ નાખીને રસ્તો બનાવેલ પણ ઉપરવાસ ઘી ડેમ છલકાતા નદીમાં પૂર આવતા આ રસ્તો ધોવાઈ ગયો હોય આ ડાયવર્ઝન પાકો થાય તો લોકો ત્યાંથી નીકળી શકે તથા ફોર વ્હીલર પણ નીકળે ? પૂલ કરોડોના ખર્ચે બને તેમ હોય હાલ મંજુરના થતાં હજુ નવો પૂલ બનતા વર્ષો નીકળે તેમ છે ત્યારે પાકો ડાયવર્ઝન થાય તે માટે અગ્રણીઓ આલાભાઈ ગોજીયા તથા થારીયાભાઈ ગઢવી દ્વારા માંગણી કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh