Advertisement
Author: નોબત સમાચાર

હાલારનો જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે:

ગુજરાત રાજ્યમાં પક્ષીઓની વસતિ ગણતરી

ખંભાળિયા તા. ૧ઃ આગામી એક દિવસ પછી એટલે કે ૩ માર્ચના વિશ્વ વાઈલ્ડ લાઈફ ડે ની ઉજવણી છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીરસોમનાથની મુલાકાતે આવનાર છે તયારે ગુજરાત રાજ્યમાં પક્ષીઓની વસતિ ગણતરીના કાર્યક્રમોમાં કુલ વીસ લાખથી વધુ પક્ષીઓ હોવાનું ગુજરાત રાજ્યમાં નોંધાયો છે.

૩.૬ર લાખ પક્ષીઓ માથે ગુજરાતનું નળ સરોવર પક્ષીઓની પસંદગીનું સૌથી મોટું આશ્રયસ્થાન બહાર આવ્યું છે. જ્યારે કચ્છ જિલ્લામાં ૪.પ૬ લાખ પક્ષીઓ નોંધાયા છે. જામનગર જિલ્લામાં રર૧ પ્રજાતિ સાથે ચાર લાખ જેટલા પક્ષીઓ નોંધાયા છે.

૯.પ૩ લાખ જંગલી પ્રાણીઓ

વીસ લાખ પક્ષીઓની સાથે ગુજરાતમાં ૯.પ૩ લાખ જંગલી પક્ષીઓ પણ છે. જેમાં એશિયાઈ સિંહ ૬૭૪, ડોલ્ફીન ૬૮૦, ધૂડપર ૭૬૭ર, નીલગાય ર.ર૪ લાખ, વાંદરા બે લાખ, ચિતલ એક લાખ, દીપડા રર૭૪, ચીંકારા ૬ર૦૮, શિયાળ રર૯૯, ગીધ ર૧૪૩, કાળિયાર ૯૧૭૦ જેવા છે.

દેવભૂમિ દ્વારકા પ્રજતિ વિવિધતામાં રાજ્યમાં પ્રથમ

ગુજરાત રાજ્યનો છેવાડાનો માત્ર ચાર તાલુકાનો દ્વારકા જિલ્લો પક્ષીઓની પ્રજાતિની વિવિધતાની દૃષ્ટિએ પમી વખત ગણતરીમાં રાજ્યમાં પ્રથમ છે. દ્વારકા જિલ્લામાં ભલે જંગલ નથી પણ અહીં બરડા ડુંગર, તથા દરિયાઈ વિસ્તારો તથા કાંઠાળ પ્રદેશ તથા માનવસર્જીત જંગલો વીડિયોમાં ૪પ૬ પક્ષી પ્રજાતિ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh