Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧ઃ જામનગરના હવાઈચોકમાં ર૬મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારપછી શહીદ ભગતસિંહની પ્રતિમાને 'શહીદવીર ભગતસિંહ અમર રહો' ના નારા સાથે હારતોરા કરવામાં આવ્યા હતાં. ડી.જે. અને દેશભક્તિના ગીતોની સંગાથે લોકો ઝુમી ઉઠયા હતાં.
આ કાર્યક્રમમાં ભાજપના સીનીયર અગ્રણી કે.જી. કનખરા, અશોકભાઈ નંદા, મધુભાઈ ગોંડલીયા, શિશીરભાઈ કટારમલ, કોર્પોરેટર કેતનભાઈ નાખવા, ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, પ્રવિણાબેન રૃપડીયા, બબીતાબેન લાલવાણી, શારદાબેન વીઝુડા, મુકેશભાઈ વસોયા, મોહિતભાઈ મંગી, અશ્વિનભાઈ રાયઠઠ્ઠા, મુન્નાભાઈ વ્યાસ, નિશાંતભાઈ અઘારા, વિજયકાકા નાખવા, ભરતભાઈ માનસતા, ઉમેશભાઈ ગીરનારી, મુન્નાભાઈ લખીયર, કિરણભાઈ ગડણ, દિલીપભાઈ જોઈસર, રમેશભાઈ કનખરા (આર.કે.), એ.ટી. અતરવાલા, કુમારભાઈ નંદાણી, હરીશભાઈ નંદા, ઉમેશભાઈ ગીરનારી, અશોકભાઈ ભટ્ટ, વોર્ડ નં. ૧ર ના પ્રમુખ ભાવેશભાઈ પરમાર, નિર્મળાબેન કામોઠી, ટીનાભાઈ વશીયર, કલ્પેશભાઈ ફલીયા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં ખાસ અતિથિ તરીકે અમેરિકાથી મયુરભાઈ પટેલ ઉપસ્થિત રહીને જોમ-જુસ્સો વધાર્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે હવાઈચોક ગ્રુપના અમરભાઈ કનખરા તથા જીજ્ઞેશભાઈ નંદાએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial