Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વાહનચાલક માલિકને દંડ ભરવા પણ આદેશઃ
જામનગર તા.૧ ઃ ભાણવડના ઘુમલી-મોખાણા રોડ પરથી સાડા પાંચ વર્ષ પહેલા બે વાહનમાંથી ૨૫-૨૫ ટન લાઈમસ્ટોન મળી આવ્યું હતું. ખાણખનીજની ટીમે તેના ગેરકાયદે વહન અંગે બે ડ્રાઈવર તથા બંને વાહનના માલિક સામે ફોજદારી કરી હતી. તે કેસ ચાલી જતા અદાલતે ત્રણ-ત્રણ વર્ષની કેદ અને રૃા.૧૫-૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલીથી મોખાણા રોડ પર ગઈ તા.૧૦-પ-૧૯ના દિને ખાણખનીજ વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં એક વાહનમાંથી લાઈમસ્ટોન મળી આવ્યું હતું. તે વાહનના ડ્રાઈવર બાબુભાઈ જેતાભાઈ મોરી પાસે તેનો કોઈ આધાર ન હતો. તેથી અંદાજે ૨૫ ટન લાઈમસ્ટોન અનઅધિકૃત રીતે વહન કરવા અંગે ફરિયાદ કરાઈ હતી.
તે જ રીતે રાડા ગોગનભાઈ ખીમાભાઈ નામન ડ્રાઈવરના વાહનમાંથી પણ પચ્ચીસ ટન લાઈમસ્ટોન મળી આવ્યું હતું. બંને વાહનના ચાલક તથા વાહનના માલિક સામે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને ચારેયને રૃા.૧૫-૧૫ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial