Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતનું રૃા. ૨૮૯ કરોડ ૧૪ લાખની પુરાંતવાળુ અંદાજપત્ર સર્વાનુમતે મંજુર

જિ. પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષસ્થાને બેઠકઃ

ખંભાળિયા તા. ૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતા અંદાજપત્ર બેઠક જિ.પં. પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું.

જેમાં રૃા. ૬૪૦ કરોડ ૧૫ લાખના અંદાજપત્રમાં વર્ષાન્તે રૃા. ૨૮૯ કરોડ ૧૪ લાખની પુરાંત રહેવાનું દર્શાવાયું છે. શિક્ષણ ક્ષેત્રે ૪૭.૮૦ કરોડ, સ્ટેમ્પ ડયુટીના કામો માટે રૃા. ૧૦૧.૧૮ કરોડ, બાંધકામ બિલ્ડીંગની જાળવણી માટે રૃા. ૯૨.૬૦ કરોડ અનુ.જાતિઓના વિસ્તારના વિકાસ માટે રૃા. ૧૭ લાખની જોગવાઈ કરવામાં આવી છે. સિંચાઈ, આરોગ્ય, ખેતીવાડી તથા પશુપાલન વિભાગની તમામ યોજનાઓ માટે પણ બજેટમાં ખાસ નાણાંકીય ફાળવણી કરવામાં આવી છે. ૧૫માં નાણાપંચમાં કુલ વર્ષ ૨૦૨૫-૨૬માં ૩ કરોડ ૪૭ લાખના કુલ ૫૧ કામો મંજુર કરવામાં આવ્યા છે તે જ રીતે સિંચાઈ ખાતાના ૮ કામો માટે રૃા. ૭૧૮.૮૮૮ (લાખ)ના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી છે. તે જ રીતે વર્ષ ૨૦૨૫-૨૬ની સ્ટેમ્પ ડયુટીની ગ્રાન્ટમાંથી ૧ કરોડ અને ૧૮ લાખના કામોને મજુરી આપવામાં આવી છે. ગ્રામીણ રોજગાર બાહેંધરી લેબર બજેટ પણ ૨૪૦ ગ્રામ પંચાયતોને અંદાજીત ૨૯૯૩ કામો માટે કુલ ૧૭ કરોડ ૬૮ લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

આ બજેટમાં વર્ષ ૨૦૨૫-૨૬ની અંદાજીત ઉઘડતી સિલક રૃા. ૨૪૨ કરોડ ૨૬ લાખ અને વર્ષ દરમિયાન મળનાર કુલ સંભવિત આવક ૩૯૭ કરોડ ૮૯ લાખ એમ કુલ મળીને ૬૪૦ કરોડ ૧૫ લાખની સામે ૩૫૧ કરોડ ૧ લાખનો ખર્ચ અંદાજેલ છે વર્ષના અંતે રૃા. ૨૮૯ કરોડ ૧૪ લાખનું પુરાંતવાળું બજેટ સભા સમક્ષ મુકવામાં આવેલ અને આ બજેટ સહીત તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરી આજની સભામાં બજેટ મંજુર કરવામાં આવેલ છે તે ઉપરાંત આજની સભામાં ગત સાધારણ સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામં આવેલ છે તેમજ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની મળેલ મિટિંગની કાર્યવાહી નોંધને પણ બહાલી આપવામાં આવેલ છે ચુકવવા મંજુર કરવામાં આવેલ છે અને પ્રમુખ સ્થાનેથી કુલ ચાર મુદાઓ રજુ કરવામાં આવેલ જેમાં ગુજરાત પંચાયત પરિષદની સભ્ય ફી રૃપિયા ૧૦ હજાર  ભરવા અંગેના ઠરાવને પસાર કરવામાં આવ્યો, સરકાર દ્વારા આગામી સમયમાં (વન નેશન વન ઈલેકશન) સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેનો ઠરાવ પસાર થનાર છે જેને જિલ્લા પંચાયત દ્વારા સમર્થન આપવા અંગે ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો, ભાણવડ તાલુકાના ધારાનગર-માનપર ગામના રેવન્યુ વિસ્તાર અલગ કરવા બાબત, સ્ટેમ્પ ડયુટીની વર્ષઃ ૨૦૨૩-૨૪ની ગ્રાન્ટ વિકાસના કામોને પ્રાથમિક મંજુરી આપવા બાબતે થયોલ ઠરાવો મંજુર કરવામાં આવ્યા હતાં. સચિવ તરીકે એ.બી. પાંડોર અને બજેટ મિટિંગનું સંકલ હિસાબી અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh