Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલન પછી બરફમાં દટાયેલા ૪૭ શ્રમિકોને બચાવાયા

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હવાઈ સર્વેક્ષણ પછી કરી મુલાકાત

દહેરાદુન તા.૧ઃ ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલન પછી બરફમાં દટાયેલા શ્રમિકોને બચાવાયા છે, જયારે ૮ની શોધખોળ હજુ યથાવત છે.

 ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં સતત હિમવર્ષાને કારણે કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમવર્ષાને કારણે ઘણા રૃટ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર અનેક કિલોમીટર સુધી બરફ ફેલાયેલો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આજે પણ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ ત્યારબાદ ૩ અને ૪ માર્ચે પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે.

ગઈકાલે ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના કારણે ૫૫ શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી ૪૭ શ્રમિકોને બચાવાયા છે. બીજી તરફ આજે ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું છે અને બીજા ૮ શ્રમિકોની શોધખોળ ચાલું છે.

શનિવારે દહેરાદૂન, ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ટિહરી, પૌડી, ચમોલી, પિથોરાગઢ, બાગેશ્વર, અલમોડા, નૈનિતાલ અને ચંપાવતમાં વરસાદની શક્યતા છે. ૨૫૦૦ મીટર અને તેથી વધુ ઊંચાઈવાળા સ્થળોએ હળવી કે મધ્યમ હિમવર્ષા થઈ શકે છે. હિમસ્ખલન અંગે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ચમોલી જિલ્લો સૌથી વધુ જોખમમાં છે. ઉત્તરાખંડના માણામાં ગ્લેશિયર તૂટવાને કારણે ભારે હિમસ્ખલન થયું હતું. જેના કારણે મ્ઇર્ં કેમ્પને નુકસાન થયું છે. એવી માહિતી મળી હતી કે, અહીં લગભગ ૫૫ શ્રમિકો હાજર હતા.

હિમસ્ખલનને કારણે ઘણા માર્ગો બંધ થઈ ગયા છે. ઘણી જગ્યાએ નુકસાન પણ થયું છે. સરહદી જિલ્લામાં વરસાદ અને હિમવર્ષાને કારણે, ગંગોત્રી હાઈવે પર ગંગાણીથી આગળનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. ગંગાણી અને ગંગોત્રી વચ્ચેના હાઇવે પર ડબરાણી ખાતે હિમસ્ખલન થયું છે. હાલમાં ચમોલીમાં હવામાન સાફ થઈ ગયું છે. વરસાદ અને હિમવર્ષા બંધ છે. સવારે ફરી  રેસ્ક્યુ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું છે.

બદ્રીનાથ ધામ ખાતે હાજર સેના અને આઈટીબીપી ગુમ થયેલા શ્રમિકોને શોધી રહૃાા છે. અથાક પ્રયાસો બાદ ભારતીય સેનાએ વધુ ૧૪ શ્રમિકોને બચાવ્યા છે. માણા હિમસ્ખલન સ્થળ પરથી એક શ્રમિક ગંભીર હાલતમાં મળી આવ્યો છે.

બચાવવામાં આવેલા શ્રમિકોને તબીબી સહાય અને વધુ સારવાર માટે માણા આર્મી કેમ્પમાં લાવવામાં આવ્યા છે. હાલમાં બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. હેલિકોપ્ટર સેવા પણ શરૃ કરવામાં આવી છે.

અત્યાર સુધીમાં બરફ નીચે દટાયેલા ૪૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ ૮ લોકોની શોધખોળ ચાલુ છે. બીજી તરફ સીએમ ધામીએ માણા નજીક હિમસ્ખલનમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા માટે કરવામાં આવી રહેલી રાહત અને બચાવ કામગીરી વિશે ફોન પર વિગતવાર માહિતી લીધી છે.

ગઈકાલે ખસેડવામાં આવેલા ગંભીર રીતે ઘાયલ કામદારોને ઉચ્ચ કેન્દ્રોમાં એરલિફ્ટ કરવા અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હવાઈ સર્વેક્ષણ કર્યું અને ઘટનાસ્થળે પહોંચી બચાવ ટીમ પાસેથી માહિતી મેળવી છે. ખરાબ હવામાનના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો છે. સીએમ ધામીએ રેસ્ક્યુ કરેલા શ્રમિકો સાથે મુલાકાત કરી હતી.

બરફના કારણે ધૌતી-ધારથી આગળ ગોપેશ્વર ચોપટા હાઈવે બંધ છે. જ્યારે કાવંડ બંધથી આગળ ચાર કિમી વિસ્તારમાં ઔલી જોશીમઠ મોટર રોડ બંધ છે. ભાપકુંડથી આગળ નીતિ મલારી હાઈવે બંધ છે. જ્યારે બદ્રીનાથ હાઈવે હનુમાન ચટ્ટી હિમવર્ષાના કારણે બંધ છે. ગોપેશ્વરની આસપાસ ભારે કરા પડ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh