Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાતરસ્તા પાસે પેટ્રોલપંપ નજીકથી બેશુદ્ધ મળી આવેલા યુવાન પર કાળનો પંજોઃ
જામનગર તા.૧ ઃ જામનગરના મોરકંડા રોડ પર એક સોસાયટી પાછળ રહેતા યુવાન બેએક દિવસથી તાવ આવતો હોવા છતાં ઘુઘરા વેચવા માટે મોટરસાયકલ પર જાંબુડા તરફ જતા હતા ત્યારે માર્ગમાં બેભાન બનીને ઢળી પડ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજયું છે. સાતરસ્તા નજીક પેટ્રોલપંપ પાસે બેભાન જેવી હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું પણ મૃત્યુ થયું છે. ઉપરાંત દિગ્જામ સર્કલ નજીક બેભાન હાલતમાં મળી આવેલા મારૃતીનગરના યુવાન મોતને શરણ થયા છે. તેઓને દારૃનો નશો કરવાની આદત હોવાનું બહાર આવ્યું છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર અનમોલ પાર્ક પાછળ વસવાટ કરતા વિપુલભાઈ રવજીભાઈ પરમાર નામના ૪પ વર્ષના સતવારા યુવાનને બેએક દિવસ થયા તાવ આવતો હતો. તેમ છતાં ગઈ તા.૨૦ની સાંજે વિપુલભાઈ ઘુઘરા વેચવા માટે જાંબુડા ગામ તરફ જતા હતા ત્યારે જાંબુડા પાટીયા પાસે પોતાના બાઈક પરથી બેભાન બની ઢળી પડતા સારવારમાં ખસેડાયા હતા. જાંબુડાના સરકારી દવાખાને ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના મોટાભાઈ પ્રવીણભાઈ પરમારે પોલીસને જાણ કરી છે.
જામનગરના સાતરસ્તા નજીક આવેલા પેટ્રોલપંપ પાસે ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે ચાલીસેક વર્ષની વયના એક અજાણ્યા યુવાન પડી ગયા હતા તેઓને પેટ્રોલપંપના કર્મચારી ઈકબાલ દોસ્તમામદ દરજાદાએ સારવારમાં ખસેડ્યા હતા. આ યુવાનનું ઈજા થવાથી કે અન્ય કોઈ કારણથી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે ઈકબાલનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના દિગ્જામ સર્કલ નજીકથી ગઈકાલે સવારે પોલીસ હેડકવાર્ટર પાછળના મારૃતીનગરમાં રહેતા રોનકસિંહ નીરૃભા ઝાલા (ઉ.વ.૩૫) નામના યુવાન બેભાન જેવી હાલતમાં પડ્યા હતા. તેની જાણ કરાતા પોલીસ તથા આ યુવાનના પરિવારજનો દોડ્યા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું મોટાભાઈ ગિરીરાજ સિંહ ઝાલાએ જાહેર કર્યું છે. મૃતક દારૃનો નશાની આદત ધરાવતા હોવાનું ખૂલ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial