Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવ જેટલા ફેરફાર સાથે
જામગર તા. ૧ઃ રાજ્યના ખાણ-ખનિજ વિભાગમાં ફરજ બજાવતા સર્વેયર રોયલ્ટી ઈન્સ્પેક્ટર, માઈન્સ સુપરવાઈઝર વગેરેની બદલીના આદેશો થયા છે. તેમાં હાલારના અમુક અધિકારીનો સમાવેશ થાય છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર હસ્તકના સર્વેયર સંવર્ગમાં ફરજ બજાવતા કુલ ૯ અધિકારીની બદલીઓ કરવામાં આવી છે.
જામગરના આર.એસ. ચૌધરીને વડોદરા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પી.ડી. પ્રજાપતિને મહિસાગરમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે રાજકોટથી જી.વી. બારોટને દેવભૂમિ દ્વારકામાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત રર રોયલ્ટી ઈન્સ્પેક્ટરની બદલીના આદેશો પણ કરાયા છે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના એ.જે. ભાદરકાને પોરબંદર આર.આર. જાદવને સુરત, ભૂજથી ભાવિક પી. જોષીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં ૩૭ માઈન્સ સુપરવાઈઝરની પણ બદલીના હુકમો થયા છે, જેમાં જામનગરથી એ.બી. વાઢેરને દ્વારકામાં અને દ્વારકાના જી.એન પીડિયાને ભાવનગરમાં તેમજ સુરેન્દ્ર-નગરથી એન.પી. કણઝા-રિયાને જામનગરમાં મૂકવામાં આવ્યા છે.
જ્યારે ઈથોસ એચ.આર. મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રા.લિ. એજન્સી મારફત માઈનીંગ સુપરવાઈઝર તરીકે આઉટ સોસીંગ સેવાઓ પૂરી પાડવા માટે ૧૭ અધિકારીને જીએમઆરડીએલને ફાળવાયા છે. તેમને પણ બદલીની ફરજ સોંપણી કરવામાં આવી છે.
તેમાં દ્વારકાના દશરથ ચૌધરીને છોટા ઉદેપુર, જામનગરના પ્રતીક પરમારને (રાજકોટ-ફ્લાઈંગ સ્ક્વોડ), દ્વારકાના પ્રકાશ પટેલને બોડેલી તથા ભરૃચથી ભાવેશ પરમારને જામનગરમાં મૂકવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial