Advertisement
Author: નોબત સમાચાર

ભાટિયામાં વ્રજ જેવો માહોલઃ ફૂલફાગ હોલી રસિયા ઉત્સવ ઉજવાયો

૫ૂ. વલ્લભબાવાના રસિયાગાન પર વૈષ્ણવો રમ્યા રાસઃ ભાગવતાચાર્યોના આશીર્વાદ

ભાટિયા તા. ૧ઃ ભાટિયાની લોહાણા મહાજન વાડીમાં પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયની અધ્યક્ષતામાં ફૂલફાગ હોલી રસિયા ઉત્સવ રંગેચંગે સમસ્ત ભાટિયા-બારાડી પંથકના વૈષ્ણવોની વિશાળ હાજરી વચ્ચે ઉજવવામાં આવ્યો હતો.

પૂ. વલ્લભય બાવાશ્રી, ભાગવાતાચાર્ય પૂ. મગનભાઈ બાપજી, પૂ. અરૃણભાઈ ભટ્ટ, બારાડી લોહાણા સમાજના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ), વૈષ્ણવ અગ્રણી ભરતભાઈ જે. મોદી, અરવિંદભાઈ પાબારી, ઈશ્વરભાઈ ઝાખરિયા, પ્રસિદ્ધ ગણા બેઠકજીના મુખ્યાજી કાનુભાઈ શર્મા, પીંડારા બેઠકજીના મુખ્યાજી પંકજભાઈ શર્મા, ભાટિયા વલ્લભ સદન હવેલીના તુલસીદાસભાઈ ભાયાણી, ડી.એલ. પરમાર, મોરપ્રેમી નારણભાઈ કરંગિયા, વિઠ્ઠલભાઈ મશરૃ, લખુભાઈ સામાણી, નટુભાઈ દત્તાણી, દામભાઈ દાવડા, શૈલેષભાઈ સિલેશભાઈ કાનાણી, દિલીપભાઈ દત્તાણી, જયોત્સનાબેન ગોકાણી, પલ્લવીબેન દાવડા, ભરતભાઈ કાનાબાર સહિતના વૈષ્ણવ મહાનુભાવોના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય વિધિ કરાઈ હતી અને મહેમાનોનું શબ્દોથી સ્વાગત-અભિવાદન સમગ્ર કાર્યક્રમના સંયોજક નિલેશભાઈ કાનાણીએ કર્યું હતું.

પૂ. બાવાજી તથા અન્ય મંચસ્થ મહાનુભાવોનું તુલસીજીના કુંડા આપી સ્થાનિક સેવાભાવી વૈષ્ણવો મહેન્દ્રભાઈ સોનેચા, કિશોરભાઈ દત્તાણી, હિતેષભાઈ ભોગાયતા, નારણદાસ કાનાણી, ભીખાભાઈ નકુમ, નટુભાઈ રાજ્યગુરુ, ગૌશાળાના પ્રમુખો ખીમાભાઈ ગોજિયા, પરેશભાઈ દાવડા, ઉકાભાઈ પરમાર સહિતના આગેવાનોના વરદ્ હસ્તે કરવામાં આવેલ હતું.

પૂ. વલ્લભબાવાને માલા અર્પણ તથા ભેટ મોટાભાઈ નટુભાઈ દત્તાણી, નિલેશભાઈ કાનાણી, મહિલા વૈષ્ણવો જ્યોત્સનાબેન ગોકાણી, રસીલાબેન દત્તાણી, વૈશાલીબેન કાનાણી, પૂજાબેન દાવડા, પલ્લવીબેન દાવડા, હંસાબેન ખેરા, આરતીબેન ઉનડકટ સહિતનાઓએ આશીર્વાદ મેળવ્યા હતાં.

ફૂલફાગ હોલી રસિયાનું ગાન-કીર્તન જામનગરની પ્રસિદ્ધ શ્રીનાથજી કીર્તન મંડળના ભગવાનજીભાઈ સાવલિયા તથા ભરતભાઈ કાનાબારના માર્ગદર્શન હેઠળ હોલી રસિયા રજૂ કરી વ્રજ જેવો માહોલ ઊભો કરી દીધો હતો અને વૈષ્ણવો રસિયા પદના ગાન પર ખેલૈયા હતાં. પૂ. વલ્લભબાવાશ્રીએ રસિયાપદ ગાઈ વૈષ્ણવોને આશીર્વચન પાઠવ્યા હતાં. ધારાસભ્ય પબુભા, ડીએસપી પાંડે, ડી.વાય.એસ.પી. પ્રજાપતિ, મામલતદારે શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમના સયોજક નિલેશભાઈ કાનાણી તથા ગ્રુપે વ્યવસ્થા કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh