Advertisement
Author: નોબત સમાચાર

આજથી કોમર્શિયલ ગેસ-સિલિન્ડર ૬ રૃપિયા મોંઘો થયોઃ પાંચ મોટા ફેરફાર

વીમા પોલિસી અને મ્યુચ્યુઅલ ફંડ-ડીમેટના નિયમોમાં ફેરફાર, પીએનબીનુ ગ્રાહકોને એલર્ટ

નવીદિલ્હી તા. ૧ઃ આજથી ચાર-પાંચ મહત્ત્વ૫ૂર્ણ ફેરફારો થતા કોમર્શિયલ ગેસ-સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો છે. તે ઉપરાંત વીમા પોલિસી પ્રીમિયમ ચુકવણીના નિયમો પણ આજથી બદલાયા છે.

હોળી પહેલાં તેલ કંપનીઓએ એલપીજી ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. એલપીજી સિલિન્ડરના નવા દર શનિવાર, ૧ માર્ચના જાહેર કરવામાં આવ્યા છે. નવો મહિનો એટલે કે માર્ચ તેની સાથે ઘણાં ફેરફારો લઈને આવ્યો છે. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૬ રૃપિયા મોંઘો થઈ ગયો છે.

જેટ ફયુઅલ અથવા એવિએશન ટર્બાઈન ફયુઅલ (એટીએફ)ની કિંમતમાં ૦.૨૩%નો નજીવો ઘટાડો થયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં, માર્ચ ૨૦૨૫ માટે એટીએફની કિંમત ૨૨૨ પ્રતિ કિલોલિટર ઘટીને ૯૫,૩૧૧.૭૨ રૃપિયા પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે., જયારે પહેલા તે ૯૫,૫૩૩.૭૨ રૃપિયા હતી. અગાઉ ૧ ફેબ્રુઆરીએ કિંમતોમાં ૫.૬%નો વધારો થયો હતો.

આગામી ફેરફાર વીમા પ્રીમિયમ ચુકવણી સિસ્ટમ સાથે સંબંધિત છે. ૧ માર્ચ, ૨૦૨૫થી યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ)માં ફેરફાર થવા જઈ રહ્યો છે, જે વીમા પ્રીમિયમની ચુકવણીને સરળ બનાવશે. યુપીઆઈ સિસ્ટમમાં એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ નામની નવી સુવિધા ઉમેરવામાં આવી રહી છે. આના દ્વારા જીવન અને સ્વાસ્થ્ય વીમા પોલિસીધારકો તેમજ પ્રીમિયમની ચુકવણી માટે અગાઉથી નાણા બ્લોક કરી શકશે. પોલિસી ધારકની મંજૂરી પછી, તમારા પૈસા આપમેળે ખાતામાંથી કપાઈ જશે.

આજથી એટલે કે ૧ લી માર્ચથી, મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમિની ઉમેરવા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ હેઠળ, રોકાણકાર ડીમેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં વધુમાં વધુ ૧૦ નોમિની ઉમેરી શકે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરી છે, જે ૧ માર્ચ, ૨૦૨૫થી અમલી છે.

જો પંજાબ નેશનલ બેન્કમાં ૨ વર્ષથી વધુ સમય સુધી કોઈ ટ્રાન્ઝેકશન નથી, તો બેન્ક ખાતું બંધ કરી શકાય છે. આ અંગે બેન્કે પોતાના ગ્રાહકોને એલર્ટ જાહેર કર્યું છે. બેન્ક આવા ખાતાઓને ડિ-એકિટવેટ કરી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારૃં બેન્ક એકાઉન્ટ એકિટવ રહે તો તમારે માટે કે.વાય.સી. કરાવવું જોઈએ.

આજે એટલે કે ૧ માર્ચે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં, દિલ્હીમાં, પેટ્રોલ ૯૪.૭૨ રૃપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે, જયારે ડીઝલ ૮૭.૬૨ રૃપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. તેમજ, મુંબઈમાં પેટ્રોલ ૧૦૩.૪૪ રૃપિયા અને ડીઝલ ૮૯.૯૭ રૃપિયા પ્રતિ લિટરના ભાવે મળી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh