Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણી પુરવઠો, વીજપુરવઠો ઠપ્પઃ વાદળ ફાટતા આવ્યા પૂરઃ ચારે તરફ બરફ છવાયો
શિમલા તા. ૧ઃ હિમાચલમાં ભારે હિમવર્ષા અને વાદળ ફાટવાથી જનજીવન પ્રભાવિત થયું છે. પ૦૦ થી વધુ રસ્તાઓ બંધ છે. વીજળી અને પાણી પુરવઠો ખોરવાયો છે. ઘણી જગ્યાએ ભારે વરસાદ અને હિમવર્ષા થઈ છે, અને પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે.
જમીનથી મધ્યમ સ્તર સુધી ભેજનું પ્રમાણ વધુ હોવાથી અને અફઘા-નિસ્તાનથી આવતા પશ્ચિમી પવનોને કારણે હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા, વાદળ ફાટવા અને ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા ત્રણ મહિનાના દુષ્કાળમાંથી રાહત મળી છે, પરંતુ તેના કારણે લોકોના જીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયા છ.
ચંબાના પાંગી ખીણના કોકરોલુ ગામમાં હિમ-પાતને કારણે બરફ નીચે દટાયેલા એક વ્યક્તિને ગ્રામજનોએ સુરક્ષિત રીતે બચાવી લીધો હતો અને લાહૌલ સ્પીતિના દલાંગમાં હિમ-પાતને કારણે બરફ નીચે દટાયેલા બે વાસીઓને સ્થાનિક લોકોએ સુરક્ષિત રીતે બચાવી લીધા હતાં. કાંગડાના બારા ભંગલ ખીણના લુહારડીમાં વાદળ ફાટવાના કારણે ઉહલ નદીનું પાણીનું સ્તર વધી ગયું અને તેના કારણે બારોટ ડેમના દરવાજા ખોલવા પડ્યા. રોહતાંગમાં છ ફૂટ, અટલ ટનલ રોહતાંગમાં સાડાચાર ફૂટ, કોથમાં ચાર ફૂટ, કિન્નૌરમાં લગભગ દોઢ ફૂટ બરફ પડ્યો છે.
છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ કુલ્લુના સેઉબાગમાં પડ્યો છે. તાજી હિમવર્ષા અને વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત પ૮૩ રસ્તાઓ બંધ છે, જ્યારે રર૬૩ ટ્રાન્સફોર્મર નિષ્ફળ જવાને કારણે સેંકડો ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. ર૭૯ પીવાના પાણીની યોજનાઓને અસર થઈ છે. ગુરુવાર રાતથી જ ભારે પવન સાથે બરફવર્ષા અને વરસાદનો સિલસિલો ચાલુ છે.
હવામાન વિભાગે શનિવારે રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવી હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે, જ્યારે ૪ અને પ માર્ચે ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વ્યાપક હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક સંદીપ કુમારે જણાવ્યું હતુંકે, કુલ્લુ, મંડીમાં ભારે વરસાદ પડ્યો છે, જ્યારે કિન્નૌર અને લાહૌલ સ્પીતિ સહિત અન્ય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જમીનના સ્તરથી ઉપર ભેજનું પ્રમાણ વધુ હોવાથી અને અફઘાનિસ્તાનથી આવતા પવનને કારણે ભારે વરસાદ અને બરફવર્ષા થઈ છે. આવું પહેલા પણ બન્યું છે.
રપ ફેબ્રુઆરી ૧૯૯૮ ના ર૪ કલાક દરમિયાન ચંબામાં સૌથી વધુ પર.પ મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે હવે છેલ્લ ર૪ કલાકમાં ૯૭ મી.મી. વરસાદ પડ્યો છે. કુલ્લુમાં ર૦૦૭ માં ૮૪ મી.મી. વરસાદ પડ્યો હતો, જ્યારે હવે ૧૧૩.ર મી.મી. વરસાદ પડ્યો છે. વર્ષ ર૦૦પ પછી ઉપલબ્ધ ડેટાના આધારે છેલ્લા ર૪ કલાક દરમિયાન કાંગડામાં સૌથી વધુ ૭૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ પહેલા ૮ ફેબ્રુઆરી ર૦૧૯ ના ૬૭.૯ મી.મી. વરસાદ નોંધાયો હતો. ૮ ફેબ્રુઆરી ર૦૧૯ ના ૮૪.પ મી.મી. વરસાદ પડ્યા પછી શિમલામાં સૌથી વધુ ૬૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતા પ૦ ટકા ઓછો વરસાદ નોંધાઈ રહ્યો હતો.
જો કે, ત્રણ દિવસના વરસાદને કારણે સામાનય કરતા ૧પ ટકા વધુ વરસાદ નોંધાઈ ગયો હતો, જ્યારે કુલ્લુમાં સામાન્ય કરતા ૧૧૩ ટકા વધુ વરસાદ નોંધાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial