Advertisement
Author: નોબત સમાચાર

આર.ટી.ઈ. હેઠળ નિઃશુલ્ક શિક્ષણ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ

યુવા કોંગ્રેસ, એનએસયુઆઈની સેવા

કોંગ્રેસની યુ.પી.એ સરકાર દ્વારા વર્ષ ર૦૦૯ માં શિક્ષણ અધિકારનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. જામનગરમાં યુવક કોંગ્રેસ  અને એનએસયુઆઈ દ્વારા વર્ષ ર૦રપ ના ઓનલાઈન ફોર્મ નિઃશુલ્ક ભરી આપવાની સેવા માટેનું હેલ્પ સેન્ટર શરૃ કરવામાં આવ્યું છે.

આ કાયદા અનુસાર આર્થિક રીતે નબળા વર્ગના તમામ બાળકોને ખાનગી શાળામાં ધો. ૧ થી ૮ સુધીમાં નિઃશુલ્ક ધોરણે પ્રવેશ મળે છે તથા દર વર્ષે ૩૦૦૦ ની રકમ વિદ્યાર્થીને સ્ટેશનરી,યુનિફોર્મ માટે આપવામાં આવે છે. આ યોજના માટે તમમ ખાનગી શાળામાં રપ ટકા બેઠક અનામત રાખવામાં આવે છે.

આ માટે તા.ર૮-ર-ર૦રપ થી ૧ર-૩-ર૦રપ સુધી ફોર્મ ભરવામાં આવનાર છે, જ્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ જામનગરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા ઓનલાઈન ફોર્મ નિઃશુલ્ક ધોરણે ભરી આપવા માટેનું ઝવેર ચેમ્બર, ઓફિસ નંબર પ૦ર, માણેક સેન્ટરની બાજુમાં, અંબર સિનેમા રોડ, જામનગરમાં શરૃ કરવામાં આવ્યું, જ્યાં દરરોજ સાંજે ૪ થી ૬ દરમિયાન ફોર્મ ભરી આપવામાં આવશે. તા. ર૮ ના પ્રથમ દિવસે અનેક વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે ફોર્મ ભરવા માટે કાર્યાલયમાં આવ્યા હતાં.

આ હેલ્૫ સેન્ટરમાં જામનગર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફ ખાન પઠાણ, યુવક કોંગ્રેસ ગુજરાતના મંત્રી શક્તિસિંહ જેઠવા, એનએસયુઆઈના ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, એનએસયુઆઈના શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલ, એનએસયુઆઈ ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, ઉપરાંત અકિલ મોરવાડિયા, બ્રીજરાજસિંહ સોઢા, પાર્થ ભટ્ટી, પરિક્ષીત જાડેજા, દુષ્યંતસિંહ જાડેજા, શ્રેય પટેલ, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીત રાઠોડ, વિશ્વ દિપ, મુક્કદમ કુરેશી, આસીફ મોડા વગેરે સેવા આપી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh