Advertisement
Author: નોબત સમાચાર

પીસીપીએનડીટી સમિતિની બેઠક તથા વર્કશોપ

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ

જામનગર તા. ૧ઃ જામનગર જિલ્લાના ડિસ્ટ્રીકટ એપ્રોપીએટ ઓથોરિટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એચ.એચ. ભાયાના માર્ગદર્શન હેઠળ પીસીપીએનડીટી સમિતિની બેઠક અને વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં જામનગરના તમામ નિષ્ણાત ડોકટરો, ગાયનેકોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ તથા જે લોકો સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરતા હોય તેવા તમામ ડોકટરો માટે કાયદાની જાણકારી અને રેકોર્ડ જાળવણી તથા બેટી બચાવો જેવા અભિયાનમાં પૂર્ણ સહયોગ મળે તે માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજના સમયની માંગ પ્રમાણે દીકરો- દીકરી એક સમાનની ભાવના સાથે જયારે બેટીઓને આગળ લાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે તેમાં અનુભવી અને નિષ્ણાત ડોકટરો દ્વારા આ અભિયાનમાં સહયોગ આપે તેમ જ પીસીપીએનડીટી કાયદાની અમલવારી ચુસ્તપણે થાય તે માટેનું માર્ગદર્શન સીડીએચઓ એચ.એચ. ભાયા અને આરસીએચઓ ડોકટર નૂપુર પ્રસાદ, ડો. નલિની આનંદ અને ડો. દીપક ભગદે જેવા સિનિયર અધિકારી અને તબીબોએ ઉપસ્થિત તબીબી સમુદાયને માર્ગદર્શન આપ્યું હતું. સરકારી વકીલ જમનભાઈ ભંડેરી દ્વારા કાયદાકીય માર્ગદર્શન અને સલાહ સૂચના આપવામાં આવ્યા હતા. આ વર્કશોપમાં જી. જી. હોપિસ્ટલના અધિક્ષક ડોકટર દીપક તિવારી, જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજ કુમાર, ડો. રાજેશ ગુપ્તા, ડો. જયેશ પટેલ, ડો. પી.ડી. પરમાર તેમજ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા આઈઈસી અધિકારી નીરજ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh