Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧ઃ ૭૬મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૃપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર હસ્તકની શાળા નંબર ૨૪, ૪૬ અને ૩૯ના સંયુકત ઉપક્રમે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બિમલભાઈ સોનછાત્રા તથા શાળાની ઉચ્ચ અભ્યાસ કરતી ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ તકે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત કોર્પોરેટર આનંદભાઈ રાઠોડે પ્રસંગને અનુરૃપ ઉદબોધન કર્યુ હતું. શાળા નં. ૨૪ની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશભકિત ગીત અને કોમલ સોલંકી દ્વારા સંયુકતમાં વકતવ્ય તથા શાળા નં. ૩૯ના બાળકો દ્વારા વૃક્ષોનું મહત્વનું વર્ણન કરતુ નાટક અને પૃથ્વીપરી દ્વારા અંગ્રેજીમાં ગણતંત્ર દિવસ અંગેનું વકતવ્ય તથા શાળ નં. ૪૬ની વિદ્યાર્થીનીઓ દ્વારા સમૂહ કવાયત રજૂ કરવામાં આવી હતી. શાળા નં. ૨૪ના આચાર્ય અલ્પેશભાઈ કટેશીયા તથા શાળા નં. ૩૯ના સમગ્ર સ્ટાફ દ્વારા રજૂ કરાયેલી કૃતિઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શાળા નં. ૨૪ની ઉચ્ચ અભ્યાસ કરતી ભૂતપૂર્વ દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બિમલભાઈ સોનછાત્રા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં શાળા નં. ૨૪ના આચાર્ય અલ્પેશભાઈ કટેશીયા, શાળા નં. ૪૬ના આચાર્ય ચંદકાંતભાઈ ખાખરીયા તથા ઈ. હેતલબેન રાડીયા અને શાળા નં. ૩૯ આચાર્ય હીનાબેન ચૌહાણ તેમજ તમામ શિક્ષકગણ હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન શાળા નં. ૨૪ના શિક્ષક કૃતિબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. અને અલ્પેશભાઈ કટેશીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial