Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં મોટરનું હોર્ન વગાડવાના મુદ્દે બે જૂથ વચ્ચે મારામારીઃ સામસામી ફરિયાદ

ઉઘરાણી કરતા વૃદ્ધનો પગ ભાંગી નખાયોઃ ચુડેશ્વરના વૃદ્ધને બે શખ્સે માર માર્યાેઃ

જામનગર તા.૧ ઃ કાલાવડના કૈલાસનગરમાં રહેતા એક યુવાને નવી મોટરમાં ભાઈ, ભાભી, ભત્રીજીને ચક્કર મરાવવા મોટર ચલાવી હતી. રસ્તામાં તેઓએ હોર્ન વગાડતા ત્યાં જ રહેતા એક શખ્સે હોર્ન કેમ વગાડશ તેમ કહી ઘરે આવી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જયારે સામાપક્ષે પણ હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત જાંબુડાના વૃદ્ધને ઉઘરાણીના મામલે જામનગરમાં એક શખ્સે પગમાં સિમેન્ટનો બ્લોક ફટકારી પગ ભાંગી નાખ્યો છે. ખંભાળિયાના ચુડેશ્વરમાં રહેતા એક વૃદ્ધને પાછળ કેમ આવે છે તેમ પૂછી બે શખ્સે ધોકાથી માર માર્યાે હતો.

કાલાવડ શહેરના કૈલાસ નગરમાં રહેતા વિશાલ રામજી ભાઈ સાગઠીયાનો પિતરાઈ ભાઈ હીરેન ખીમજીભાઈ ગુરૃવારે રાત્રે સાડા દસેક વાગ્યે પોતાની નવી મોટરમાં ભાઈ, ભાભી, ભત્રીજીઓને ચક્કર મરાવવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે કૈલાસનગર પાસે પહોંચ્યા ત્યારે વિશાલનો ભાઈ હિતેન ચાલીને જતો હતો. તેને બોલાવવા માટે હીરેનભાઈએ હોર્ન વગાડતા ત્યાં ઉભેલા સંજયસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે હોર્ન કેમ વગાડશ તેમ કહી ગાળો ભાંડી હતી.

તેને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સંજયસિંહે અહીં જ રહેજે તેમ કહી હીરેનભાઈના ઘર પાસે જઈ ધારીયાથી વિશાલ પર હુમલો કરી તમામને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આ બાબતની કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.

આ ફરિયાદની સામે કૈલાસ નગરમાં રહેતા મૂળ ભાયુ ખાખરીયા ગામના સંજયસિંહ જીતેન્દ્રસિંહે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે ગુરૃવારે રાત્રે તેઓ પોતાના સ્કૂટર પર ટ્રેક્ટરના ડ્રાઈવરને પૈસા આપવા માટે જતા હતા ત્યારે રસ્તામાં હીરેન ભુવાજી મોટર લઈને આવ્યો હતો તેણે મોટર સ્કૂટર સાથે ટકરાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તે પછી હીરેન ભુવાજી, ગવો સાગઠીયા, હમીર સાગઠીયા, ચંદુભાઈ સાગઠીયાએ લાકડી, પાઈપથી હુમલો કરી સંજયસિંહને માર માર્યાે હતો. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.

જામનગરના જાંબુડા ગામે રહેતા મેઘજીભાઈ લખમણભાઈ હીરાણીએ જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલા સિદ્ધાર્થનગર માં રહેતા ધનજી મરાઠી પાસે પૈસા લેવાના બાકી હતા. ભાડાના તે પૈસાની ગુરૃવારે બપોરે જામનગર આવી મેઘજીભાઈએ ઉઘરાણી કરતા ઉશ્કેરાયેલા ધનજીએ ઢીકાપાટુ વડે માર માર્યા પછી નજીકમાં પડેલો સિમેન્ટનો બ્લોક ઉપાડી પગમાં ફટકારી દેતા મેઘજીભાઈનો પગ ભાંગી ગયો છે. સિટી સી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.

ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના ચુડેશ્વર ગામમાં રહેતા પ્રતાપસંગ ખીમાજી જેઠવા નામના વૃદ્ધ ગુરૃવારે રાત્રે નવેક વાગ્યે ચાલીને પોતાના ખેતર તરફ જતા હતા ત્યારે આગળ ચાલ્યા જતા રણજીતસિંહ ઉમેદસિંહ જેઠવા, બહાદુરસિંહ ઉમેદસિંહ જેઠવા નામના બે શખ્સે અમારી પાછળ કેમ આવે છે તેમ કહી ગાળો ભાંડી ધોકાથી હુમલો કરી પ્રતાપસંગને માર મારતા સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ થઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh