Advertisement
Author: નોબત સમાચાર

શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના ધો-૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ

આર્યસમાજ-જામનગર સંચાલિત

જામનગર તા. ૧ઃ આર્યસમાજ-જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય શ્રેણી-૧૦ અને શ્રેણી-૧૨ની વિદ્યાર્થિનીઓનો શુભેચ્છાસહ વિદાય સમારંભ તાજેતરમાં યોજાઈ ગયો.

આ સમારંભ અધ્યક્ષ સ્થાનેથી આર્યસમાજ- જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠકકર રહ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે શિક્ષણવિદ્દ દિલીપભાઈ આશરે શ્રેણી-૧૦ અને શ્રેણી-૧૨ની વિદ્યાર્થિની બહેનોને શુભેચ્છા પાઠવી હતી. શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ઈન્ચાર્જ આચાર્યા મિન્ટુબેન ચોવટીયા, અરૃણાબેન ધોકિયા, ધર્મિષ્ઠાબેન ગોહિલ, નીપાબેન મકવાણા, અનીષાબેન નાગરે પણ વિદાય લેતી બહેનોને પરીક્ષામાં સફળ થવાની શુભકામના વ્યકત કરી હતી.

શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ હેમાલી મનીષભાઈ હરવરા, સુફિયાના રફીકભાઈ જોખીયાએ પ્રતિભાવો આપ્યા હતાં.

કાર્યક્રમ દરમિયાન શ્રેણી-૧૦ અને ૧૨ની દરેક વિદ્યાર્થિનીઓ તેમજ સંસ્થા અને શાળાના શિક્ષિકા બહેનો, કર્મચારીઓના શ્રેણી-૧૦ અને શ્રેણી-૧૨ના સંતાનોને શુભેચ્છા ભેટ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં આર્યસમાજ-જામનગરના માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપમંત્રી ધવલભાઈ બરછા કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યા પ્રફુલ્લાબેન રૃપડીયા દ્વારા શ્રેણી-૧૦ અને શ્રેણી-૧૨ની દરેક વિદ્યાર્થિની બહેનો માટે શુભેચ્છા સંદેશો આર્યસમાજના પ્રમુખ દ્વારા વાંચી સંભાળવામાં આવ્યો હતો. આભારદર્શન શ્રીમદ્દ મદદનીશ શિક્ષિકા અરૃણાબેન ધોકિયાએ કર્યુ હતું.  કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા અશ્માબેન મુંદ્રાએ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh