Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝરખ જેવા જંગલી પ્રાણી આવી જતા ડરથી મોતનું અનુમાન
જામનગર તા. ૧ઃ જામનગરના લાખાબાવળમાં માલધારી પરિવારના ૨૨ ઘેટા અને ૮ બકરાના મૃત્યુ થયાઃ તબીબો દ્વારા પી.એમ. કરાયું હતું. પશુઓના વાડામાં રાત્રિ દરમિયાન જંગલી પ્રાણી આવી જતાં ડરના માર્યા ૩૦ પશુઓના મૃત્યુ થયા છે અને ૮ને બચાવાયા છે, તેવા અહેવાલો છે.
જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં સીમ વિસ્તારમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા બુધાભાઈ ભુરાભાઈ રબારી નામના માલધારી કે જેઓના વાડામાં ૩૮ જેટલા ઘેટા બકરા રાખવામાં આવ્યા હતા, જ્યાં પરમદિને રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં કોઈ જંગલી પ્રાણી આવી જતાં ડરના માર્યા ૨૮ ઘેટા અને ૮ બકરા સહિત ૩૦ પશુઓના મોત થયા ના અહેવાલ મળ્યા છે. જ્યારે આઠ પશુઓને સ્થળ પર જ પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે.
માલધારી બુધાભાઈ રબારી દ્વારા પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, અને ઘેટા બકરાના મૃત્યુનું કારણ જાણવા માટે વેટરનરી તબીબોની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.
આથી જામનગર જિલ્લાના વેટરર્નરી ડોક્ટર તેજસ શુકલા ના માર્ગદર્શન હેઠળ એક ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને પશુઓના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થળ પર જ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ૨૨ ઘેટા અને ૮ બકરા ના મૃત્યુ થયાનો અહેવાલ મળ્યો હતો. જેમાં કેટલાક પશુના ગળાના ભાગમાં ઇજાના નિશાન જોવા મળ્યા હોવાથી કોઈ જંગલી પ્રાણી આવ્યું હોવાના કારણે આ બનાવ બન્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, આ ઉપરાંત ડરના માર્યા બાકીના પશુઓ મૃત્યુ પામ્યા હોવાનું પણ પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા તારણ કાઢવામાં આવ્યું છે. ફોરેસ્ટ વિભાગ ના જણાવ્યા અનુસાર ઝરખ અથવા તો તે પ્રકારનું જંગલી પ્રાણી અચાનક આવી જતાં ઘેટાં બકરાઓના ભયના માર્યા મૃત્યુ થયા હોવાનું અનુમાન લગાવાયું છે. જેથી જંગલી પશુના ફૂટ પ્રિન્ટ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. ઉપરાંત પંચકોશી બી. ડિવિઝન પોલીસની ટીમ દ્વારા પણ સમગ્ર મામલામાં તપાસ થઈ રહી છે. પશુ ચિકિત્સકોની ટીમ દ્વારા પોસ્ટ મોર્ટમ નો રિપોર્ટ સુપ્રત કરાયા બાદ વનતંત્ર દ્વારા પશુ માલિકને વળતર આપવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. તેમ જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial