Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ત્રણ સપ્તાહમાં છ આસામીના વાહનની ચોરી

પોલીસે વાહનચોરના સગડ દબાવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના છ આસામીના અંદાજે રૂ.સવા ત્રણ લાખની કિંમતના મોટરસાયકલ તથા સ્કૂટરની છેલ્લા ત્રણ સપ્તાહમાં ચોરી થઈ છે. છએય આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરતા મયુરસિંહ રતનસિંહ જાડેજા નામના યુવાનના મિત્ર ભાવેશનું જીજે-૧૦-ડીક્યુ ૬૦૪૫ નંબરનું હીરો મોટરસાયકલ મયુરસિંહના ભાઈ ભગીરથસિંહ ગઈ તા.૯ની સવારે સાતરસ્તા નજીક કોલેજ પાસે આવ્યા પછી તેઓએ રૂ.૬૦ હજારની કિંમતનું આ બાઈક દરવાજા પાસે મૂક્યું હતું. ત્યાંથી સાંજ સુધીમાં તે વાહનની ચોરી થઈ ગઈ છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૪માં રહેતા અશોકભાઈ રસીકલાલ ખખ્ખર નામના આસામી ગઈ તા.૧૮ની રાત્રે જીજે-૧૦-આર ૮૭૬૧ નંબરના બાઈકને લઈને લીમડા લાઈનના ખૂણા પર હોટલ સામે આવ્યા પછી તેઓએ ત્યાં રૂ.૧૨ હજારનું વાહન પાર્ક કર્યું હતું. માત્ર ૩૦ મિનિટમાં તે બાઈક ઉપડી ગયું છે.

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા મોરકંડા રોડ પર ગેલેક્સી પાર્કમાં રહેતા ઈબ્રાહીમ અસગરઅલી મોદી નામના આસામીએ ગઈ તા.૧૯ની રાત્રે પોતાના ઘરની બહાર જીજે-૧૦-ઈઈ ૧૭૭૯ નંબરનું એક્ટિવા સ્કૂટર મૂક્યા પછી બીજા દિવસની સવાર સુધીમાં રૂ.૮૦ હજારના વાહનની ઉઠાંતરી થઈ છે.

જામનગરના ગુલાબનગર નજીક યોગેશ્વરનગર શેરી નં.૪માં રહેતા રામદેભાઈ ભીખુભાઈ પરમાર નામના આસામી જીજે-૧૦-બીએફ ૫૨૯૦ નંબરનું હીરો મોટરસાયકલ લઈને ગયા મંગળવારે બપોરે ઘરે આવ્યા પછી બીજા દિવસની સવાર સુધીમાં રૂ.૩૦ હજારનું તેમનું વાહન કોઈ શખ્સ હંકારી ગયો છે.

જામનગરના કિસાન ચોક વિસ્તારમાં આવેલા બાવાવાડમાં રહેતા નરેશભાઈ નવીનભાઈ વશીયર નામના આસામીએ બુધવારે રાત્રે બેએક વાગ્યે જીજે-૧૦-ઈઈ ૫૫૪૫ નંબરનું રૂ.૬૦ હજારની કિંમતનું એક્સેસ સ્કૂટર રણજીતસાગર રોડ પર પટેલ પાર્ક નજીક વૃંદાવન પાર્ક-રમાં મૂક્યું હતું. તે વાહન બીજા દિવસની સવાર સુધીમાં ચોરાઈ ગયું છે.

જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા સરદારનગરની શેરી નં.૪માં રવિ દિલીપભાઈ જેઠવા નામના આસામીએ રવિવારે બપોરે જીજે-૧૦-ડીએચ ૧૬ નંબરનંુ બુલેટ મોટરસાયકલ ઘરની બહાર મુક્યા પછી બીજા દિવસની બપોર સુધીમાં રૂ.૮૦ હજારનું તે વાહન ઉપડી ગયું છે. પોલીસે પાંચેય આસામીની ફરિયાદ પરથી અજાણ્યા વાહનચોર સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh