Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્તાવાળાઓ મૌનઃ પોલીસ ફરિયાદ નોંધાવાશે?
જામનગર તા. ૩૧: જામનગરની જી.જી. હોસ્પિટલના વહીવટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો ઊઠી રહ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં એક આઉટ સોર્સ કર્મચારીને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં વહીવટી વિભાગમાં રૂપિયા ૧૬ લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રાથમિક તપાસમાં આઉટ સોર્સના એક કર્મચારીની સંડોવણી ખૂલવા પામતા આ કર્મચારીને ઘરભેગા કરી દેવાયા હોવાનું જાણવા મળે છે.
જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ આ કૌભાંડ કરોડોમાં છે. જે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે હવે જોવાનું એ રહે છે કે સરકારી નાણાની ઉચાપત પ્રકરણમાં પોલીસમાં ફરિયાદ નોંધાવાય છે કે કેમ? હાલ તો હોસ્પિટલ સત્તાવાળાઓ આ મુદ્દે કાંઈ બોલવા તૈયાર નથી. જ્યારે એવી અન્ય પણ શંકાઓ ઉપજે છે. શું આ ભ્રષ્ટાચારી કર્મચારીને અન્ય ઉપરી અધિકારીના આશીર્વાદ છે કે શું? શા માટે આ ઉચાપત પ્રકરણમાં વિગતો જાહેર થતી નથી? હવે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં શું પગલાં લેવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial