Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં આજે સાંજે પાંચ વાગ્યે યોજાશે સિવિલ ડિફેન્સ મોકડ્રીલઃ રાત્રે ૪૫ મિનિટ બ્લેકઆઉટ

સાંજે ૭-૪૫ કલાકે લાંબુ અને ૮-૩૦ વાગ્યે ટૂંકુ સાયરન વાગશે

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૩૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાશે અગમચેતીના ભાગરૂપે ઈન્ડિયન એરફોર્સ સ્ટેશન, દ્વારકા અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, વાડીનારમાં સાંજે ૫ કલાકે મોકડ્રીલનું આયોજન હાથ ધરાશે. રાત્રે ૭.૪૫ થી ૮.૩૦ કલાક દરમિયાન ઈન્ડિયન એરફોર્સ સ્ટેશન, દ્વારકા અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ, વાડીનારમાં તંત્ર દ્વારા બ્લેકઆઉટ કરાશે.

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગત તા. ૭ મે, ૨૦૨૫ના દેશના સંવેદનશીલ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત (સિવિલ ડિફેન્સ મોકડ્રીલ) હાથ ધરવામાં આવી હતી. જેના આધારે દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવી છે.

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધારવા માટે દેશના પશ્ચિમી સરહદને આવેલા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ જિલ્લાઓમાં નાગરિક સંરક્ષણ કવાયત 'ઓપરેશન શિલ્ડ'નું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે.

ભારત સરકારના આદેશ મુજબ ગુજરાતમાં પણ આજે તા. ૩૧ મેના સાંજે ૦૫ કલાકે ફરી એક વાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવશે. જેના ભાગરૂપે એરફોર્સ સ્ટેશન દ્વારકા અને કોસ્ટ ગાર્ડ વાડીનાર ખાતે પણ આ મોકડ્રિલ યોજવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયું છે. ઉપરાંત એરફોર્સ સ્ટેશન દ્વારકા અને કોસ્ટ ગાર્ડ વાડીનારમાં આજે રાત્રે ૭.૪૫ થી ૮.૩૦ કલાક દરમિયાન બ્લેકઆઉટ શરૂ થવાના સમયે લાંબુ સાયરન અને પૂર્ણ થવા સમયે ટૂંકું સાયરન વગાડવામાં આવશે.

આ મોકડ્રીલ દરમ્યાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો, એનસીસી કેડેટ, હોમગાર્ડ સહિતના જોડાશે. તેમજ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં આ મોકડ્રીલનું આયોજન થશે. જેમાં જિલ્લાના નાગરિકોને સહયોગ આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh