Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુત્રના પૈસાના મામલે પિતાને માર પડ્યોઃ
જામનગર તા. ૩૧: જામનગરના સોનલનગરમાં એક મહિલાએ એક પ્રૌઢને આપેલા ઠપકા પછી બે પરિવાર વચ્ચે વિખવાદ થયો હતો અને ગુરૂવારની રાત્રે બંને પરિવાર વચ્ચે મારામારી થઈ હતી. જેમાં સાત વ્યક્તિને ઈજા થઈ છે. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે મહિલા સહિત સાત સામે ગુન્હો નોંધ્યો છે. જ્યારે લાલપુરમાં પુત્ર પાસેથી પૈસા લેવાના નીકળતા હોવાથી ગુરૂવારે એક શખ્સે તેના પિતાને માથામાં કુહાડો ઝીંક્યો છે અને કાંડુ ભાંગી નાખ્યું છે.
જામનગરના સોનલનગર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરીમાં રહેતા ઈશ્વરભાઈ રામભાઈ કારીયા નામના યુવાનના માતાએ ત્યાં જ રહેતા મોહિત રાજુભાઈ કોળીના કાકાને ઠપકો આપ્યો હતો. તે બાબતનો ખાર રાખી ગુરૂવારની રાત્રે મોહિત કોળી, જયદીપ રાજુભાઈ, તુલસી મગનભાઈ કોળી નામના ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. આ શખ્સોએ ધોકો, છરી, ઢીકાપાટુથી હુમલો કરી ઈશ્વરભાઈને માથામાં, તેમના બહેનને આંગળીમાં ઈજા કરવા ઉપરાંત તેમના માતાને ઢીકાપાટુનો માર મારી ગાળો ભાંડી હતી. તેવી ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈશ્વરભાઈએ કરી છે.
તે ફરિયાદની સામે હનુમાન ટેકરીમાં રહેતા સવિતાબેન રાજેશભાઈ દેગામાએ વળતી ફરિયાદ કરી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ સવિતાબેનના દિયરને દેવલબેન ગઢવીએ ઠપકો આપ્યો હતો અને બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી ગુરૂવારે રાત્રે સવા બારેક વાગ્યે ઈશ્વર ઉર્ફે રવિ ગઢવી સરફરાજ નોયડા, દેવલબેન, પુનીબેન ગઢવીએ છરી, ઢીકાપાટુથી હુમલો કરી સવિતાબેન તેમજ તેમના બે પુત્ર અને જેઠને માર મારી ગાળો ભાંડી હતી. પોલીસે બંને ફરિયાદ પરથી બે મહિલા સહિત સાત સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
લાલપુર શહેરના ચાર થાંભલા વિસ્તારમાં રહેતા ઉમેશભાઈ જયંતીભાઈ પરમારના પુત્ર પાસે સુનિલ અજયભાઈ પરમારે પૈસા લેવાના બાકી હતા. ગુરૂવારે રાત્રે તેની ઉઘરાણી સુનિલે કરતા ઉમેશભાઈએ પોતાનો પુત્ર કિશન બહારગામ ગયો છે, આવીને પૈસા આપી દેશે તેમ કહેતા સુનિલે તમારો દીકરો ક્યારે આવે તેમ કહી ગાળો ભાંડી હતી. તેને ગાળ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા સુનિલે કુહાડીથી હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડી છે અને ડાબો હાથ ભાંગી નાખ્યો છે. લાલપુર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial