Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાતામાં બેલેન્સ ન હોવા છતાં ચાર ચેક આપી દીધા!:
જામનગર તા. ૩૧: જામનગરના એક વેપારીની દુકાને ગયા શનિવારે પહોંચેલા બે શખ્સે રૂ.ર લાખ ૪પ હજારના કિંમતના ૧૪ સેટ ઈન્વર્ટર-બેટરી ખરીદ્યા પછી ચાર ચેક આપ્યા હતા. તે ચેક લઈ લીધા પછી વેપારીએ આ શખ્સોના બેંક ખાતામાં તપાસ કરાવતા બેલેન્સ ન હોવાનું જણાઈ આવ્યું હતું. ઠગાઈનો ભોગ બનેલા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના કૃષ્ણનગર વિસ્તારની શેરી નં.૪માં રહેતા અને સત્યમ્ કોલોની પાસે અન્ડરબ્રિજ નજીક યોગી પ્રમુખ એન્ટરપ્રાઈઝ નામની બેટરી, ઈન્વર્ટર વગેરેનો વ્યવસાય કરતી પેઢી ચલાવતા ઉમંગ મનિષભાઈ ધામેલીયાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ સપ્તાહ પહેલાં ઈમરાન ઓસમાણ બાદી અને રાયમલ હાજી ધુધા નામના બે શખ્સ તેઓની પાસે ગ્રાહક તરીકે આવ્યા હતા. તેઓએ ઈન્વર્ટર તથા બેટરી ખરીદવા માટે વાતચીત કર્યા પછી ૧૪ સેટનો સોદો કર્યાે હતો.
આ આસામીઓએ રૂ.ર લાખ ૪૫ હજારની કિંમતના ઈન્વર્ટર તથા બેટરી ખરીદ્યા પછી ઉમંગભાઈને વિશ્વાસમાં લઈ તેઓએ એ યુ સ્મોલ ફાયનાન્સના ચાર ચેક આપ્યા હતા. તે ચેક સ્વીકાર્યા પછી તે ખાતામાં રહેલી બેલેન્સ વિશે ઉમંગભાઈએ તપાસ કરાવતા આ શખ્સોના ખાતામાં પૈસા ન હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી રૂ.ર લાખ ૪૫ હજારના ૧૪ સેટ ઈન્વર્ટર-બેટરી મંગાવી લઈ પોતાની સાથે ઠગાઈ કરનાર બંને શખ્સ સામે વેપારી ઉમંગભાઈ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial